મનોરંજન

પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન આજકાલ તેની પ્રોફેોશનલ લાઇફ કરતાત પર્સનલ લાઇફ માટે વધુ ચર્ચામાં છે. અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયના અલગ થવાના સમાચારને કારણે ફેન્સ પણ ચિંતામાં છે.

દરમિયાન, કપલના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અભિષેક બચ્ચને મુંબઈના જુહુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં છે.

અભિષેક બચ્ચને હાલમાં જ મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદીને તેમના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં એક નોંધપાત્ર ઉમેરો કર્યો છે. અભિનેતાનું નવું ઘર મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચનનું નવું એપાર્ટમેન્ટ પિતા અમિતાભ બચ્ચનના બંગલા જલસાની નજીક છે. આ ઘરમાં અભિષેક તેની પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે રહેશે.

અભિષેક બચ્ચને તાજેતરમાં બોરીબલી સ્થિત ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં 6 ફ્લેટ ખરીદ્યા છે. હાલમાં અભિષેક બચ્ચન જલસામાં રહે છે. બચ્ચન પરિવાર પાસે જલસાની આસપાસ ઘણા બંગલા અને ફ્લેટ છે.

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

જૂહુ ખાતે બચ્ચન પરિવારના ઘણા બંગલા છે, જેમાં જલસા ઉપરાંત પ્રતિક્ષા અને વત્સ બંગલો સામેલ છે. એવા અહેવાલો પણ જાણવા મળ્યા હતા કે વત્સ બંગલોમાં અભિષેક તેની પત્ની ઐશ્વર્યા સાથે રહે છે.

અભિષેકે 2018માં એક ફિલ્મના પ્રમોશન સમયે આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે શું ઐશ્વર્યા તેના રિસામણા છોડીને તેના પતિ અભિષેક સાથે નવા ઘરમાં શિફ્ટ થાય છે કે નહીં. જોકે, અભિષેકે આ અંગે હજી સુધી કોઇ નિવેદન નથી આપ્યું.

અભિષેક બચ્ચન છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક અને ઐશ્વર્યા રાય વચ્ચે કશું બરાબર નથી ચાલી રહ્યું. બંને કોઈ પણ ઈવેન્ટમાં સાથે જોવા મળતા નથી.

અંબાણી પરિવારમાં લગ્ન પ્રસંગે પણ ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે અલગથી આવી હતી અને અભિષેક તેના પૂરા પરિવાર સાથે સમારોહમાં પહોંચ્યો હતો, જેના કારણે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ જલ્દી છૂટાછેડા લઈ શકે છે. જોકે, અભિષેક અને ઐશ્વર્યાએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે.

આ દરમિયાન ઐશ્વર્યા રાયના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. 90ના દાયકાની હિટ ફિલ્મ ‘તાલ’ના 25 વર્ષ પૂરા થવા પ્રસંગે ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલમાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત