OMG, આજે પણ Karishma Kapoor સાથે છે Abhishek Bachchanના સંબંધો… આ રહ્યો પુરાવો… | મુંબઈ સમાચાર

OMG, આજે પણ Karishma Kapoor સાથે છે Abhishek Bachchanના સંબંધો… આ રહ્યો પુરાવો…

હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલો વચ્ચે હવે અભિષેક બચ્ચન અને તેની એક્સ ફિયોન્સે કરિશ્મા કપૂર (Karishma Kapoor)ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા સાથે લગ્ન બાદ પણ અભિષેક અને કરિશ્મા વચ્ચે આજે પણ સંબંધો છે. આવો જોઈએ શું છે આ આખો મામલો-

આ પણ વાંચો: તો શું હવે કરિશ્મા કપૂરની દીકરી પણ કરશે બોલીવૂડમાં પર્દાપણ

વાત જાણે એમ છે ઐશ્વર્યા સાથે લગ્ન થયા એ પહેલાં અભિષેક અને કરિશ્માની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ કોઈ કારણસર બાત નહીં બની અને આખરે આ સંબંધ તૂટી ગયો. બાદમાં અભિષેકે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા અને કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા. ઐશ્વર્યા સાથેના લગ્ન બાદ પણ કરિશ્મા હજી પણ અભિષેક સાથે જોડાયેલી છે, પરંતુ જરા અલગ રીતે.

વિસ્તારથી જણાવવાનું થાય તો અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચને નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. હવે નિખિલ અને કરિશ્મા કપૂર એ ભાઈ બહેન છે. એ હિસાબે કરિશ્મા શ્વેતા અને નિખિલના સંતાનો નવ્યા અને અગસ્ત્યની ફોઈ લાગે છે. આમ કરિશ્મા આજે પણ અભિષેકને સંબંધમાં લાગે છે. કરિશ્મા અભિષેકની બહેન શ્વેતાની નણંદ લાગે છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા સાથે લગ્ન થયા પહેલાં કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની સગાઈ થઈ હતી, પરંતુ બાદમાં બચ્ચન પરિવારે કરિશ્મા સામે શરતો મૂકી હતી જે કરિશ્માને મંજૂર નહોતી અને આ સંબંધ તૂટી ગયો હતો. જોકે, અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કરિશ્માની મમ્મી એટલે કે બબીતાજી આ સંબંધથી ખુશ નહોતા. બાદમાં 2007માં અભિષેકે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા અને કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કરિશ્મા અને સંજય કપૂરના લગ્ન ખાસ કંઈ ટક્યા નહીં અને હાલમાં કરિશ્મા પોતાના બંને સંતાનો સાથે ઈન્ડિયા પાછી ફરી હતી.

સંબંધિત લેખો

Back to top button