પરિવારની આ ખાસિયત નહીં તૂટવા દે Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanનો સંબંધ…

બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી બધુ બરાબર નથી ચાલી રહ્યું અને હવે આ વાત કોઈથી છુપી પણ નથી. ભલે આ મુદ્દે પરિવારના એક પણ સભ્યે ખુલીને વાત ના કરી હોય પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેનો ખટરાગ ઊડીને લોકોની આંખે વળગ્યો હતો. પરંતુ હવે આ બંનેના સંબંધને લઈને જ એક ચોંકાવનારી બાબત સામે આવી છે, ચાલો જોઈએ શું છે આ બાબત-
અભિષેક અને ઐશ્વર્યાના ફેન્સ દ્વારા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે બંને વચ્ચે કેટલી મોટી દરાર પણ કેમ ના પડી જાય પણ બંને જણ ક્યારેય ડિવોર્સ નહીં લે. જો તમે વિચારી રહ્યા હોવ કે બંનેને જોડી રાખનારી એ કડી દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) છે તો બોસ એવું નથી. આરાધ્યા કરતાં પણ એક મોટું કારણ છે બંને પાસે જેને કારણે બંને ક્યારેય ડિવોર્સની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નહીં કરે. એટલું જ નહીં પણ આ જ કારણે બચ્ચન પરિવારના વડીલ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)નો તૂટતો સંસાર પણ બચાવ્યો હતો અને ત્યાર પછી શ્વેતા બચ્ચન (Shweta Bachchan) અને નિખિલ નંદા (Nikhil Nanda) વચ્ચેના વણસેલા સંબંધોને પણ બચાવી લીધા છે.
જી હા આ કારણ એટલે વર્ષોથી પરિવારે કમાવેલું નામ, ઈજ્જત, રૂતબો… આ કારણે હજી સુધી બચ્ચન પરિવારમાં એક પણ ડિવોર્સ નથી થયો પછી એ અમિતાભ-જયાની વાત હોય કે શ્વેતા અને નિખિલની વાત હોય. પરિણીત હોવા છતાં પણ અમિતાભ બચ્ચનને પોતાની કો-સ્ટાર રેખા (Rekha) સાથે પ્રેમ થયો હતો અને આ અફેયર પણ કોઈથી છુપી શક્યું નહોતું. પરંતુ પરિવારના નામ અને આબરુને કારણે અમિતાભે જયાનો સાથ નહીં છોડ્યો અને રેખા સાથેના પોતાના સંબંધનો અંત આણ્યો હતો.
આ પણ વાંચો : Divorceની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું હું ખાલી ઐશ્વર્યા રાય છું…
વાત કરીએ શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની તો અભિષેક અને કરિશ્મા કપૂર (Karishma Kapoor)ની સગાઈ તૂટ્યા બાદ બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. શ્વેતા મોટાભાગનો સમય પોતાના પિયરમાં જ પસાર કરે છે. એવું કહેવાય છે કે શ્વેતા અને નિખિલે પણ પરિવારની રેપ્યુટેશનને કારણે જ ઓફિશિયલી ડિવોર્સ નથી લેવાનું પસંદ નથી કર્યું.
હવે આવું જ કંઈક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના કેસમાં જોવા મળી રહ્યું છે. ઐશ્વર્યા મહિનાઓથી દીકરી આરાધ્યા સાથે પોતાની માતાના ઘરે જ રહે છે, પણ તેણે કે અભિષેકે હજી સુધી ડિવોર્સની વાત ઉચ્ચારી પણ નથી.
દરમિયાન ફેન્સ પણ ચોક્કસ જ નથી ઈચ્છતા કે તેમનું પાવરફૂલ, આઈડિયલ કપલ છૂટું પડી જાય, પણ આખરે તો ધાર્યું ધણીનું જ થાય ભાઈસાબ…