મનોરંજન

હેં, Abhishek Bachchan-Aishwarya Rai Bachchan સાથે જોવા મળ્યા?!

બચ્ચન પરિવારની ગણતરી બોલીવૂડના પાવરફૂલ પરિવારમાં કરવામાં આવે છે અને દરરોજ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ને લઈને કોઈને કોઈ ખુલાસો થયો હોય છે.

હવે સોશિયલ મીડિયા ઐશ્વર્યા અને અભિષેકનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર થઈ ગયું છે એવી ચર્ચા ચાલી રહી છે. આવો જોઈએ આખરે શું છે ખાસ આ વીડિયોમાં-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન મસ્તી મજાક કરતાં જોવા મળી રહ્યા છે.

બાજુમાં ઉભેલી આરાધ્યા પણ મમ્મી-પપ્પા વચ્ચેની આ બોન્ડિંગ જોઈને એકદમ હરખાઈ રહી છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોને જોઈને ફેન્સને એવું લાગી રહ્યું છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર થઈ ગયું છે, પણ તમારી જાણ માટે આ વીડિયો જૂનો છે.

આપણ વાંચો: પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….

અભિષેક અને ઐશ્વર્યાના હાથમાં આ સમયે એક ટ્રોફી પણ જોવા મળે છે અને આ બંનેની સાથે આરાધ્યા પણ જોવા મળી રહી છે. અભિ-ઐશ ડાન્સ કરી રહ્યા છે અને ત્રણેય જણ એકદમ હેપ્પી મૂડમાં દેખાઈ રહ્યા છે.

આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર અપલોડ થયો કે તરત જ વાઈરલ થવા લાગ્યો હતો. યુઝર્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે બચ્ચન પરિવારે ઐશ્વર્યાનું કરિયર ખરાબ કરી નાખ્યું. બીજા એક લખ્યું કે ચાલો કોઈ તો ખુશ છે… ત્રીજા એક યુઝરે લખ્યુ છે કે અભિષેક આનું પ્રમુખ ઉદાહરણ છે, લંગુર કે હાથ મેં અંગૂર. ચોથા એક યુઝરે લખ્યું હતું કે આ કયો વર્લ્ડકપ છે…

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લેવાના છે, એવી ચર્ચા પણ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button