
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં છે. છેલ્લાં કેટલાય સમયથી બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની અફવાઓ ઊડી રહી છે. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે ચોક્કસ કયા કારણસર ભંગાણ પડ્યું એને લઈને દરરોજ નવી નવી વાતો સામે આવતી રહે છે. હવે અભિ અને ઐશ્વર્યાના છુટા પડવાનું કારણ બોલીવૂડની જ એક એક્ટ્રેસ હોવાનું કહેવાઈ રહ્યું છે. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને આખરે કેમ લોકો તેને આ ક્યુટ કપલના ભંગાણ માટે જવાબદાર બાને છે એ જાણીએ-
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક યુઝર દ્વારા આ ચોંકાવનારો ખુલાસો કરતાં લખ્યું છે કે અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે ચીટિંગ કરી છે અને આ જ કારણે તેમની વચ્ચે ભંગાણ પડ્યું છે. આ સિવાય હાલમાં જ કેબીસીના એપિસોડમાં બિગ બીના જન્મદિવસે દેખાડવામાં આવેલા એક વીડિયોમાં ઐશ્વર્યાની ગેરહાજરી બાદથી તો આ ચર્ચાએ વધારે જોર પકડ્યું છે.
બિગ બીના જન્મદિવસના વીડિયોમાં ઐશ્વર્યા રાય જોવા ન મળતાં આ બાબતે જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે અને હવે લોકોએ આ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તમને પણ આ એક્ટ્રેસ કોણ છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ચાલો તમને જણાવીએ કોણ છે આ એક્ટ્રેસ…આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ નિમ્રત કૌર છે.
આ પણ વાંચો :ડિવોર્સની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું કે લગ્નજીવન માણી રહી છું…

વાત જાણે એમ છે કે 2022માં અભિષેક બચ્ચનની ફિલ્મ રિલીઝ થઈ હતી દસવી. આ ફિલ્મમાં અભિષેક અને નિમ્રત કૌરે સાથે કર્યું હતું. રેડિટ પર તો અભિષેક અને ઐશ્વર્યાની ડેટિંગની અફવાઓ પણ ઉડી રહી છે. યુઝર્સ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે નિમ્રત અને અભિષેકની નજદીકીઓને કારણે જ અભિષેક ઐશ્વર્યાના સંબંધોમાં તિરાડ પડી છે.
જોકે, આ બાબતે નિમ્રત, અભિષેક કે ઐશ્વર્યા દ્વારા કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ એરલિફ્ટના શૂટિંગ દરમિયાન નિમ્રતનું નામ અક્ષય કુમાર સાથે પણ જોડાયું હતું. આ બધી વાતોમાં કેટલું સાચું, કેટલું ખોટું એ તો રામ જાણે, પણ ભાઈ કુછ તો લોક કહેંગે, લોગો કા કામ હૈ કહેના…
નિમ્રત અને અભિષેકનું નામ જોડાયા બાદથી જ સોશિયલ મીડિયા પર અભિષેક અને નિમ્રતની ફિલ્મ દસવીના પ્રમોશનના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. પણ એક વાત તો ચોક્કસ છે કે ઐશ્વર્યા અને અભિષેક છુટા પડી ગયા છે અને બંને જણ સાથે નથી રહી રહ્યા. હવે આ બાબતે વધુ પ્રકાશ તો બચ્ચન પરિવાર કે અભિ-ઐશ્વર્યા જ પાડી શકે, આપણે રાહ જોવી રહી.