Abhishek Bachchan વિના આ ક્યાં ફરી રહી છે Aishwarya Rai-Bachchan? તમે પોતે જ જોઈ લો…
બોલીવૂડના સૌથી પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bachchan Family) પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સના સમાચારથી અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ છે. પરંતુ આ બાબતે બચ્ચન પરિવાર કે ઐશ-અભિ બંનેમાંથી કોઈએ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.
છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પરિવારથી દૂર પોતાની જ દુનિયામાં મસ્ત જોવા મળી રહી છે. હવે ફરી એક વખત સોશિયલ મીડિયા પર બંનેનો એક વીડિયો જોવા મળ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા અને આરાધ્યા એકબીજાનો હાથ પકડીને સુંદર નજારાઓનો લુત્ફ માણતી જોવા મળી રહી છે. ફેન્સ મા-દીકરીનો આ સુંદર બોન્ડ જોઈને ખુશ થઈ ગયા છે. બીજી બાજુ આરાધ્યા પણ આ નવા વીડિયોમાં એકદમ બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે.
વાઈરલ થઈ રહેલો આ વીડિયો પેરિસનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પેરિસમાં મા-દીકરી ફરી રહી છે. બંને બ્લેક કલરના આઉટફિટમાં એકદમ સુંદર દેખાઈ રહી છે. ઐશ્વર્યાએ બ્લેક ડ્રેસ પર ટ્રાન્સ કોટ કેરી કર્યો છે તો આરાધ્યાએ પણ બ્લેક ડ્રેસ સાથે હેવી ફરી કોટ કેરી કર્યો છે. બંનેની આ સ્ટાઈલ અને અંદાજ ફેન્સને એકદમ ક્લાસી લાગી રહી છે.
ઐશ્વર્યા અને આરાધ્યા પેરિસ ફરી હી છે અને આ વીડિયોમાં કોઈ સ્ટેચ્યુ સામે ફોટો ક્લિક કરાવતી જોવા મમળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો એક અઠવાડિયા પહેલાનો છે. આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યા બંને પેરિસમાં ફેશન વીકમાં હાજરી આપવા પહોંચી હતી. આ ઈવેન્ટથી પણ બંનેના અનેક ફોટો અને વીડિયો સામે આવ્યા હતા.
આ પણ વાંચો :Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે લાંબા સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે, કારણ કે ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા સાથે માતાના ઘરે રહે છે. જાહેરમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા સામે જોવા નથી મળતા આ કારણે જ ડિવોર્સની વાતો ચાલી રહી છે.