ફરી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા અભિષેક અને ઐશ્વર્યા, ફેન્સે નોટિસ કરી ખાસ વાત, વાઈરલ થયો વીડિયો…

બોલીવૂડના પાવરફૂલ, પ્રેસ્ટિજિયસ અને પાવરફૂલ પરિવારમાંથી એક એવો બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક કારણોસર ચર્ચામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની મેરિડ લાઈફને કારણે ચર્ચામાં રહે છે અને હવે ફરી એક વખત ઐશ્વર્યા રાય-બચ્ચન, અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
રિપોર્ટ અનુસાર અભિ-ઐશ અને આરાધ્યા ન્યૂ યોર્ક વેકેશન પરથી પાછા ફર્યા હતા, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો અને ફોટોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા ત્રણેય જણ એકદમ ખુશ જોવા ણળી રહ્યા છે. તેમની વચ્ચે એક ક્લોઝ બોન્ડ જોવા મળી રહ્યો છે.
એટલું જ ત્રણેય જણે આ સમયે મેચિંગ બ્લેક આઉટફિટ પણ કેરી કર્યા હતા. બ્લેક પેન્ટ અને સ્વેટ શર્ટમાં ત્રણેય જણે ટ્વીનિંગ કર્યું હતું. વાત કરીએ ઐશ્વક્યા અને અભિષેકની તો તેમણે એક જેવી બ્લેક કેપ પણ પહેરી હતી.
બ્લેક આઉટફિટ્સમાં ટ્વીનિંગ કરતાં અભિષેક સૌથી આગળ ચાલી રહ્યો હતો. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પાછળ પાછળ ચાલી રહ્યા હતા. સામે આવી રહેલાં વીડિયો અને ફોટોમાં બચ્ચન પરિવાર એકદમ રિલેક્સ, હેપ્પી જોવા મળી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને અભિષેક ઐશ્વર્યા અને આરાધ્યા સાથે મજાક મસ્તી કરતો જોવા મળ્યો હતો.
આપણ વાચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ફેન્સ બચ્ચન પરિવારને ખુશહાલ જોઈને એકદમ રાજીના રેડ થઈ ગયા હતા. પરંતુ ફેન્સની નજર આરાધ્યા પર અટકી ગઈ હતી. લોકોએ આરાધ્યાની હાઈટને નોટિસ કરી હતી. આરાધ્યાની હાઈટ ઐશ્વર્યા રાય-બચ્ચન કરતાં પણ લાંબી થઈ ગઈ છે. બંનેની હાઈટ વચ્ચેનો તફાવત ફેન્સને સ્પષ્ટ નજરે પડી રહ્યો છે.
રિપોર્ટમાં કરવામાં આવી રહેલાં દાવા અનુસાર બચ્ચન પરિવાર ન્યૂ યોર્કમાં ન્યૂ યર સેલિબ્રેટ કરવા પહોંચ્યો હતો. આ વીડિયોમાં ઐશ્ચવર્યા ફેન્સને ખૂબ જ ઉત્સાહથી મળી રહી છે અને તેમની સાથે ફોટો ક્લિક કરાવી રહી છે. અભિષેક પણ ફેન્સને ખૂબ જ ઉત્સાહથી મળી રહ્યો છે અને કેમેરા સામે સ્માઈલ આપી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન બોલીવૂડ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ કિંગની તૈયારીઓમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ આ જ વર્ષે રીલિઝ થશે અને આ ફિલ્મમાં અભિષેક બચ્ચન નેગેટિલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પદુકોણ, રાની મુખર્જી સહિત મોટા મોટા સ્ટાર્સ જોવા મળશે.



