Viral Video: Aishwarya Rai-Bachchan નહીં પણ આ કોને પ્રેમથી નિહારી રહ્યા Abhishek Bachchan?

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી વાત ચાલી રહી હોય તો તેમાં બચ્ચન પરિવાર (Bachchan Family)નું નામ સૌથી પહેલાં આવે. પરંતુ આ બચ્ચન પરિવાર જ છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદોને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ દર રવિવારની જેમ જ પોતાના ઘર જલસાની બહાર ફેન્સને મળે છે. આ દરમિયાન તેમની સાથે બચ્ચન પરિવારનો કોઈને કોઈ સભ્ય પણ જોવા મળે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું પણ આ સમયે ફેન્સને બચ્ચન પરિવારની બહુ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની યાદ આવી ગઈ. આવો જોઈએ આખરે એવું તે શું થયું-
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અમિતાભ બચ્ચન દર વખતની જેમ જ ફેન્સને મળવા માટે રવિવારે જલસાની બહાર આવ્યા હતા. બિગ બી હાથ હલાવીને જ્યારે ફેન્સને અભિવાદન કરી રહ્યા હતા ત્યારે પરિવારના ચિરાગ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) બાલ્કનીમાં ચૂપચાપ ઊભા રહીને ફેન્સને નિહાળતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો જોઈને ફેન્સને ઐશ્વર્યાની યાદ આવી ગઈ હતી અને તેમણે તેના વિશે સવાલ કાઢી રહ્યા છે. વાઈરલ વીડિયોમાં જોવા મળે છે બિગ બી હલાવીને ફેન્સને મળી રહ્યા છે અને ફેન્સ પણ તેમને જોઈને ખુશ થઈ ગયા હતા. બીજી બાજું અભિષેક બચ્ચન પણ દૂર બાલ્કનીમાં ઊભા રહીને પ્રેમથી પિતા અને તેમના ફેન્સને નિહાળી રહ્યો હતો. પરંતુ જેવું કેમેરા અભિષેક બચ્ચન તરફ ફરે છે એટલે તેઓ હસી પડ્યો હતો અને હાથ હલાવીને ત્યાંથી જતો રહ્યો હતો.
આ પણ વાંચો : હું આવો જ છું… હું મારી જાતને કેમ બદલું? ડિવોર્સની વાતો વચ્ચે Abhishek Bachchanનું સ્ટેટમેન્ટ વાઈરલ…
આ વીડિયો પર યુઝર્સ જાત જાતની કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ઐશ્વર્યા રાય ક્યાં છે? બીજા એક યુઝરે રાખ્યું છે કે અભિષેક તું ખૂબ જ સારું કામ કરી રહ્યો છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે હું તમારી સૌથી મોટી ફેન છું…
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન હાલમાં જ આવેલી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ થિયેટરમાં ખાસ કંઈ કમાલ નથી દેખાડી શકી, પરંતુ જેણે પણ ફિલ્મ જોઈ તેમણે જુનિયર બચ્ચનના પર્ફોર્મન્સના વખાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે, એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ કપલે આ વિસલે કંઈ પણ ઓફિશિયલી સ્ટેટમેન્ટ નથી આપ્યું.