મનોરંજન

એરપોર્ટ પર Aaradhya Bachchanએ કર્યું કંઈક એવું કે Aishwarya Rai-Bachchanને આવ્યો ગુસ્સો…

બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને પાવરફૂલ કપલ એટલે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan). પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ ક્યુટ અને લવેબલ કપલ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લેશે એવી વાતો પણ ચાલી રહી છે. દરમિયાન જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એરપોર્ટ પર આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)એ કંઈક એવું કર્યું હતું કે ઐશ્વર્યા ગુસ્સે ભરાઈ હતી. આવો જોઈએ આખરે એવું તે શું છે આ વાઈરલ વીડિયોમાં-

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા બચ્ચન સાથે એક હેપ્પી ફેમિલીની જેમ ન્યુયર મનાવીને વેકેશન પરથી પાછા ફરી રહ્યા છે. દરમિયાન જ આરાધ્યાએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે હંમેશા દીકરી પર વ્હાલ વરસાવતી ઐશ્વર્યા ગુસ્સે થઈ ગઈ હતી. એટલું જ નેટિઝન્સ આ માટે આરાધ્યાને ટ્રોલ પણ કરી રહ્યા છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ત્રણેય જણ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. પેપ્ઝ જેવા ત્રણેયને બહાર નીકળતા જુએ છે કે એટલે તરત જ ક્લિક કરવા માંડે છે. સામે હંમેશાની જેમ જ કેમેરાને જોઈને સ્માઈલ કરતી આરાધ્યા આ વખતે કેમેરાને જોઈને ઉછળતી કુદતી ચાલવા લાગે છે. દીકરીની આ હરકત જોઈને ઐશ્વર્યા ચિડાઈ જાય છે અને આરાધ્યાને વઢે પણ છે.

આરાધ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ નેટિઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. નેટિઝન્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાની દીકરીને સંસ્કાર નથી આપ્યા. બીજી બાજુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આરાધ્યા બચ્ચન એક સ્પેશિયલ ચાઈલ્ડ લાગી રહી છે.

Pushpa 2 : વાઇલ્ડ ફાયર નીકળી ફિલ્મ પુષ્પા- 2, 30 દિવસમાં કર્યું આટલું કલેકશન

ખેર, આરાધ્યાના મનમાં એ સમયે શું ચાલી રહ્યું હતું એ તો એ જ જાણે પણ તેણે અત્યાર સુધી ક્યારેય કેમેરા સામે આવી હરકત કરી નથી. આથી વિપરીત તે પેપ્ઝ સાથે ખૂબ જ જેન્ટલી અને ખુશીથી મળે છે અને પોઝ આપે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button