મનોરંજન

Bachchan Family ના આ સભ્યએ બનાવ્યો Aishwarya-Abhishek ની લાડલીનો જન્મદિવસ ખાસ…

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અભિષેક બચ્ચન (Abhisheck Bachchan)ની લાડકવાયી આરાધ્યા બચ્ચન બી-ટાઉનના બાકીના સ્ટાર કિડ્સની સરખામણીએ ખૂબ જ પોપ્યુલર છે. આરાધ્યા હંમેશા ઐશ્વર્યા સાથે જોવા મળે છે અને મા-દીકરીની આ જોડી ફેન્સને ખૂબ જ પસંદ છે. બે દિવસ પહેલાં આરાધ્યાએ પોતાનો 14મો જન્મદિવસ ઊજવ્યો હતો પરંતુ આ વખતનો આરાધ્યાનો જન્મદિવસ અત્યાર સુધીના જન્મદિવસ કરતાં જરા અલગ રહ્યો હતો. આવો જોઈએ શું અલગ હતું આરાધ્યાના આ વખતના બર્થડેમાં…

આ પણ વાંચો : અલ્લુ અર્જુનની ‘Pushpa 2’નું ધમાકેદાર ટ્રેલર લૉન્ચ, સોશિયલ મીડિયા પર વાઈરલ…

વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પોતાની માતાના ઘરે રહે છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે અભિષેક અને ઐશ્વર્યા ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. આ બધા વચ્ચે 16મી નવેમ્બરના આરાધ્યાનો બર્થડે જરા અલગ રહ્યો દર વખત કરતાં. હંમેશા સોશિયલ મીડિયા પર આરાધ્યા માટે ઈમોશનલ પોસ્ટ લખનારા મમ્મી પપ્પાએ પણ આ વખતે કોઈ ફોટો કે વીડિયો પોસ્ટ ના કર્યો કે ન તો બર્થડે વિશ કર્યું.

ઐશ્વર્યાએ કે જે હંમેશા પોતાની દીકરીની સાથેને સાથે જ રહે છે એ કઈ રીતે દીકરીને બર્થડે વિશ કરવાનું ચૂકી ગઈ એ વિશે પણ યુઝર્સ જાત-જાતના ક્યાસ લગાવી રહ્યા છે. પરંતુ તેમ છતાં બચ્ચન પરિવારના જ એક સદસ્યએ આરાધ્યાના બર્થડેને સ્પેશિયલ બનાવવામાં કોઈ કસર નહોતી બાકી રાખી.

જો તમે વિચારી રહ્યા છો છે કે આખરે મમ્મી પપ્પાએ દીકરીને વિશ નથી કર્યું તો કોણ છે એ શખ્સ કે જેણે આરાધ્યાનો સ્પેશિયલ ડે વધારે સ્પેશિયલ બનાવ્યો તો તમારા આ સવાલનો જવાબ છે ઐશ્વર્યાના દાદા અમિતાભ બચ્ચન. બિગ બીએ પોતાની પૌત્રીના જન્મદિવસે એક ખાસ વીડિયો ટ્વીટ કર્યો હતો અને આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી હતી. શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ઐશ્વર્યાના જીવનની અનેક યાદગાર ક્ષણોની સાથે સાથે ઐશ્વર્યા અને અભિષેક પણ સાથે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : OMG, Abhishek Bachchanને કેબીસીના સેટ પર બોલાવીને પસ્તાયા Amitabh Bachchan…

અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર હાલમાં પારિવારિક ફાટફૂટને કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. જોકે, આ મામલે બચ્ચન પરિવાર દ્વારા કે અભિષેક-ઐશ્વર્યા દ્વારા કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button