મનોરંજન

આમિરના ભત્રીજો ફરમાવી રહ્યો છે આ પરિણીત સુંદરી સાથે રોમાન્સ, બોલીવુડમાં કમબેકની ઉડી હતી અફવા

બોલિવૂડ એક્ટર ઇમરાન ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે સોશિયલ મીડિયા પર તે ખાસ્સો એક્ટિવ જોવા મળે છે. થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે કદાચ “જાને તુ યા જાને ના”ની સિક્વલમાં તે દેખાઇ શકે છે પરંતુ તે કન્ફર્મ થયું નહિ.

હવે ઇમરાન ખાન એક નવા જ કારણોથી ફરી ચર્ચામાં છે. ઈમરાનના જીવનમાં એક ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે. સોમવારે ઈમરાન કીર્તિ ખરબંદાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તે એકલો ન હતો પરંતુ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ સાઉથ એક્ટ્રેસ લેખા વોશિંગ્ટન સાથે જોવા મળ્યો હતો.

અહેવાલો છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન ડોલા’માં સાથે કામ કર્યું હતું. પાર્ટીમાં બંનેને એકસાથે જોયા બાદ હવે તેમના સંબંધો કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે.

જો કે લેખા વોશિંગ્ટન પરિણીત છે. જ્યારે ઈમરાન અને અવંતિકાએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને બંને વર્ષ 2019માં અલગ થઈ ગયા હતા. આ બંનેને એક દીકરી પણ છે જેનું નામ ઈમારા છે. ઈમારા તેની માતા અવંતિકા સાથે રહે છે.

ઈમરાન ખાનના કરિયરની વાત કરીએ તો તેણે પોતાની પહેલી ફિલ્મ ‘જાને તુ યા જાને’થી દર્શકોમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. પરંતુ આ ફિલ્મ પછી ઈમરાન ખાને બેક ટુ બેક ઘણી ફ્લોપ ફિલ્મો આપી, જેના પછી તે મોટા પડદા પરથી ગાયબ થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button