ફિલ્મ Sitaare Zameen Par આમિરને સ્ટાર બનાવશે કે પછી…

બોલીવૂડના મોસ્ટ પરફેક્શનિસ્ટ આમિર ખાનની જે ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે એ સિતારે જમીન પરનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓની બાસ્કેટબોલ ટીમના કોચના રોલમાં જોવા મળે છે. ટ્રેલરમાં જોરદાર કોમેડીની સાથે સાથે ઈમોશન્સ પણ જોવા મળે છે. કેટલાર લોકો આ ટ્રેલર જોયા બાદ ફિલ્મને આમિરની કમબેક ફિલ્મ કહી રહ્યા છે તો કેટલાક લોકો તેને રિમેક કહીને ટ્રોલ કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ફિલ્મ સિતારે જમીન પર 2024માં રીલિઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મની રીલિઝને ટાળી દેવામાં આવી હતી. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સુપર ફ્લોપ સાબિત થયા બાદ આ ફિલ્મથી આમિર ફરી મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. ટ્રેલરને જોઈને ફેન્સમાં ઉત્સુકતા તો જોવા મળી રહી છે, પણ રિમેકવાળી વાત આમિર માટે મુસીબત બની શકે છે.
આ પણ વાંચો: આમિર ખાનના ચાહકોની આતુરતાનો આવ્યો અંત: સિતારે જમીન પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ…
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર જેવિયર ફેસરની 2018માં આવેલી સ્પેનિશ ફિલ્મ કેંપિયોન્સની ઓફિશિયલ રીમેક છે. આ પિલ્મને ઈંગ્લિશમાં 2023માં ચેમ્પિયન્સના નામે રીલિઝ કરવામાં આવી હતી, જેમાં વુડી હેરેલસને હીરો તરીકે કામ કર્યું હતું.
ફિલ્મ સિતારે ઝમીન પરનું ટ્રેલર આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ બંને ફિલ્મોના ફ્રેમ બાય ફ્રેમ કમ્પેરિઝન કરી રહ્યા છે અને તે વાઈરલ થઈ રહી છે. વાઈરલ થઈ રહેલાં સીન આમિરની ફિલ્મ સાથે ખૂબ જ હળતા મળતા આવી રહ્યા છે. આને કારણે સોશિયલ મીડિયા પર આમિર ખાનને ફેન્સ ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : આમિર ખાનનું રિ- ડેવલપમેન્ટ
એક યુઝરે હોલીવૂડ ફિલ્મ ચેમ્પિયનનો વીડિયો અપલોડ કરીને લખ્યું હતું કે સિતારે ઝમીન પરનું ટ્રેલર ખરાબ હતો અને દરેક સીન ઓરિજનલ ફિલ્મ ચેમ્પિયન્સના ટ્રેલરની કોપી લાગી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં આમિર ખાન દિવ્યાંગ બાસ્કેટબોલ પ્લેયર્સના કોચના રોલમાં છે અને તે એમને ટ્રેઈન કરવાની જવાબદારી ઉઠાવે છે. આ 10 ખેલાડીઓને આમિર નેશનલ માટે ટ્રેઈન કરે છે. કોમેડી, સ્ટ્રગલ અને ઈમોશન્સ સાથે ફિલ્મની સ્ટોરી આગળ વધે છે. ફિલ્મ 20મી જૂનના રીલિઝ થવાની છે અને તેમાં આમિર સાથે જેનેલિયા ડિસૂઝા પણ જોવા મળશે.