મહેમાનોની વચ્ચે જ પતિ સાથે રોમેન્ટિક થઈ Aamir Khanની લાડકવાયી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
આમિર ખાનની લાડકવાયી ઈરા ખાને ત્રીજી જાન્યુઆરીના જ તેના લોન્ગટાઈમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્નબંધનમાં બંધાઈ ગઈ. બંનેએ પહેલાં રજિસ્ટર મેરેજ કર્યા અને આ મેરેજે ખાસ્સી લાઈમલાઈટ લૂંટી હતી, કારણ કે નૂપુર લગ્નના સ્થળે જોગિંગ કરતો કરતો પહોંચ્યો હતો અને જીમ વેરમાં જ તેણે નૂપુર સાથે લગ્ન કર્યા હતા. હવે આ નવા વરઘોડિયા રોયલસિટી ઉદયપુરમાં પૂરા રીતિરિવાજો સાથે 10મી જાન્યુઆરીના સાત ફેરા ફરશે. પરંતુ એ પહેલાં જ ઉદયપુરમાં યોજાયેલા એક વેડિંગ ફંક્શનમાં ઈરાએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેણે પાછી લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આ ફંક્શનમાં ઈરા ખાને મલાઈકા અરોરા અને શાહરૂખ ખાનના ગીત છૈંયા છૈંયા પર ડાન્સ કર્યો હતો અને આ સિવાય પણ ઈરાનો એક બીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પતિ નૂપુર સાથે એકદમ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. એટલું જ નહીં તે નૂપુરના ખોળામાં પણ બેઠેલી જોવા મળે છે. આ ફંક્શનમાં ઈરા ખાને જ્યાં બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, તો નૂપુરે બ્લેક કલરના શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો.
આ સિવાય ઈરા ખાને પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન પહેલાંની સુંદર યાદોને શેર કરી છે. ડિનર પાર્ટી દરમિયાન ઈરા પોતાના પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે એકદમ એન્જોય કરતી જોવા મળી હતી. આ ડિનર પાર્ટીમાં લાઈવ મ્યુઝિક રાખવામાં આવ્યું હતું અને આ લાઈવ મ્યુઝિકની મજા ઈરાએ સ્પેશિયલ સીટ (નુપૂરના ખોળામાં) બેસીને એન્જોય કરતી જોવા મળી હતી. સુંદર અને રોમેન્ટિક મ્યુઝિકની વચ્ચે ઈરા અને નૂપુરે ડાન્સ કર્યો હતો. બંને જણ એકબીજા સાથે ખૂબ જ ક્યુટ, મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા હતા.