આમીર ખાનની દીકરી ઇરા ખાન નુપુર શિખરે સાથે મહારાષ્ટ્રીયન રીતિ રિવાજો મુજબ કરશે લગ્ન

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટ એટલે કે આમીર ખાનના ઘરે થોડા જ સમયમાં શરણાઈના સુર ગુંજી ઉઠશે. કારણ કે આમીર ખાનની દિકરી ઇરા ખાન તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. આ કપલના પ્રી વેડિંગ ફંકશન શરૂ થઈ ગયા છે. ખાસ વાત તો એ છે કે આ લગ્ન મહારાષ્ટ્રિયન પદ્ધતિથી થવાના છે.
આમીર ખાનની દિકરી ઇરા ખાન અને નુપુર શિખરેની સગાઈ પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇટલીમાં થઈ હતી. તેના બે મહિના બાદ કપલે ઇન્ટિમેટ એંગેજમેન્ટ પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં આમીરની બંને એક્સ વાઇફ રીના દત્તા અને કિરણ રાવ, એક્ટ્રેસ ફાતિમા સના શેખ સહિત તેમનો આખો પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા. ઇરા અને નુપુરની સગાઈના ફોટો પણ સોશીયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. અને હવે એ દિવસ નજીક આવી ગયો છે જ્યારે આમીરની દીકરી ડોલીમાં બેસીને વિદા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇરા અને નુપુર 3 જાન્યુઆરીના રોજ લગ્ન બંધનમાં બંધાશે.
એક મીડીયા રિપોર્ટ મુજબ આમીર ખાનની દીકરીના લગ્નને લઈને ખાન પરિવાર ખૂબ ખુશ છે. કારણકે તેઓ નવા વર્ષની શરૂઆત ધમાકેદાર કરવા જઈ રહ્યા છે. ઇરા અને નુપુરના લગ્ન 3 જાન્યુઆરીના રોજ બાંદ્રાના તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં થવાના છે. ત્યાર બાદ 6 થી 10 જાન્યુઆરી વચ્ચે બે રિસેપ્શન થશે. એક દિલ્હીમાં અને બીજું જયપુરમાં.
આમીર એની દીકરીના લગ્ન ને લઈને ખૂબ ઉત્સુક છે. દીકરી અને જમાઈને આશિર્વાદ આપવા અને તેમની ખુશીના સાક્ષી બનવા માટે આમીર જાતે બી ટાઉનના તેના મિત્રોને ફોન કરી આમંત્રણ આપી રહયો છે. હાલમાં ઘણાં સેલેબ્સ ન્યૂ યર મનાવવા માટે ઈન્ડિયાની બહાર ગયા છે. પણ જે લોકો લગ્નમાં સામેલ નહિ થઈ શકે એવા લોકો રિસેપ્શનમાં ભાગ લેશે. ઇરા ખાન અને નુપુરના લગ્ન મહારાષ્ટ્રિયન પદ્ધતિથી થવાના છે.