મરાઠી ભાષાને લઈને આ શું બોલી ગયો Aamir Khan? તમે જાતે જ વાંચી લો…

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની ફિલ્મ સિતારેં ઝમીન પર અને તેની યુટ્યૂબ રિલીઝને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે જ આમિર ખાને હવે મરાઠી ભાષાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આમિરે જણાવ્યું હતું કે તેને પહેલાં મરાઠી ભાષા નહોતી આવડતી અને એને કારણે તે શરમ આવતી હતી.
આખરે 44 વર્ષે તેણે મરાઠી ભાષા શિખવાનું નક્કી કર્યું અને તેણે પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાને શિખવા માટે સમય લાગે છે.
આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે હું 44 વર્ષનો હતો, ત્યારે મને અહેસાસ થયો કે મને મરાઠી ભાષા નથી આવતી. જોકે, મરાઠી ભાષા સ્કુલમાં શિખડાવવામાં આવતી હતી, પરંતુ મેં ધ્યાન નહોતું આપ્યું. બાદમાં મને લાગ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે મને મારી રાજ્યભાષા નથી આવડતી.
આમિરે વધુમાં જણાવ્યું હતું કે ત્યાર બાદ મેં નક્કી કર્યું કે મારી મરાઠી બોલતા શિખવું જ જોઈએ. આ માટે મેં મરાઠી ટીચરને હાયર કર્યા અને એમની પાસેથી આ ભાષા શિખવાનું શરૂ કર્યું. આજે હું ખૂબ જ સારુ મરાઠી ભાષા નહીં બોલી શકું છું. ભાષાને લઈને હું થોડો નબળો છું. એક નવી ભાષા શિખવા માટે મને ખૂબ જ સમય લાગે છે.
મલ્ટિપલ લેન્ગ્વેજ શિખવાને લઈને પોતાના વિચાર વ્યક્ત કરતાં આમિર ખાને જણાવ્યું હતું કે મને લાગે છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં કેમ ના હોવ, પણ તમને જેટલી વધારે ભાષા આવડતી હશે એટલું તમારા માટે સારું રહેશે. આ તો તમારો ઈન્ટરેસ્ટ છે કે તમે કેટલી ભાષાઓ શિખો છો.
અત્રે ઉલ્લેખનીય છેલ્લાં કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ભાષાને લઈને રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે અને મરાઠી ભાષાને લઈને ખાસ્સો એવો વિવાદ થઈ રહ્યો છે.
આ પણ વાંચો…Aamir Khanએ કેમ અને કોની માંગી માફી? કહ્યું હું વફાદાર…