મનોરંજન

આમિર ખાન દરરોજ એક કલાક શાસ્ત્રીય સંગીતનો કરે છે રિયાઝ.. કઇ ફિલ્મની કરી રહ્યા છે તૈયારી?

‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ આમિર ખાન કોઇપણ ફિલ્મમાં ભૂમિકા ભજવતા હોય, પોતાના પાત્રમાં વાસ્તવિકતા લાવવા માટે તેઓ જીવ રેડી દે છે. છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ ફ્લોપ થયા બાદ આમિર ખૂબ જ હતાશ થઇ ગયો હતો અને થોડા સમય માટે તેણે એકટિંગમાંથી બ્રેક લઇ લીધો હતો. જો કે હવે આમિર કમબેક કરવા માટે તૈયાર છે તેવું હાલના સમાચારો પરથી લાગી રહ્યું છે.
આમિર ખાન હાલમાં શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છે, ગાયકીની પ્રેકટિસ એક શોખના ભાગરૂપે છે કે પછી તેમની આગામી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યા છે, એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. બાકી હાલમાં તો આપણે એક અંદાજો લગાવી શકીએ કે તેનું કનેક્શન ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ સાથે હોઇ શકે છે.
જો કે બાયોપિક ‘મોગુલ’ પહેલા આમિર 2 ફિલ્મોને લઇને હાજર થઇ શકે છે. જેમાં એક છે સની દેઓલ સાથેની ‘લાહોર 1947’, રાજકુમાર સંતોષી આ ફિલ્મનું નિર્દેશન કરશે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ હોઈ શકે છે. બીજી ફિલ્મ છે ‘સિતારેં ઝમીં પર’ જેના વિશે અટકળો લગાવાઇ રહી છે કે ‘તારે ઝમીં પર’ની સિક્વલ હશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં બાળકોની નબળાઈને એક્સેપ્ટ કરવાનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે. ‘તારે ઝમીં પર’ ઘણી ઇમોશનલ હતી, ‘સિતારે ઝમીં પર’ ને થોડો કોમેડી ટચ આપી હળવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આમિર આજકાલ પોતાના અંગત જીવનમાં ઘણો વ્યસ્ત છે. 3 જાન્યુઆરીએ આમિરની પુત્રી ઇરા ખાન તેના મંગેતર નૂપુર શિખરે સાથે મુંબઈમાં મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. આ પછી કપલ 6 જાન્યુઆરીએ દિલ્હીમાં અને 10 જાન્યુઆરીએ જયપુરમાં રિસેપ્શનનું આયોજન કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button