મનોરંજન

આમિર ખાને ફિલ્મો ‘ફ્લોપ’ થવાનું કારણ જણાવ્યું, ઈન્ડસ્ટ્રીના મોડલ પર ઊઠાવ્યાં સવાલ…

મુંબઈઃ આજકાલ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે. એવી ઘણી ઓછી ફિલ્મો છે જે જોવા માટે લોકો થિયેટરમાં જાય છે, અન્યથા તેઓ ઓટીટી પર તેની રિલીઝની રાહ જુએ છે અને આઠ અઠવાડિયા પછી ઘરે જ આરામથી ફિલ્મ જુએ છે.

આ કારણે બોલીવુડની ફિલ્મો તેના બજેટ જેટલી પણ કમાણી નથી કરતી. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને એક ઈવેન્ટમાં બોલીવુડ ફિલ્મોના ફ્લોપ થવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે ઉદ્યોગના બિઝનેસ મોડલ પર સવાલો ઉઠાવ્યા છે. લોકો પણ આમિરનું સમર્થન કરી રહ્યા છે.

આમિર ખાને કહ્યું કે ઈન્ડસ્ટ્રી આખી દુનિયામાં છે પણ માત્ર અમે જ આવું કરી રહ્યા છીએ. અમે દર્શકોને કહીએ છીએ કે અમારી ફિલ્મ આવી રહી છે, તમે ટિકિટ ખરીદો અને ફિલ્મ જુઓ. અને નહીં જુઓ તો અમે આઠ અઠવાડિયા પછી તમારા ઘરે આવીને બતાવશું તે પણ મફતમાં. તમે તેના માટે પહેલા જ ચૂકવણી કરી ચૂક્યા છો. તમે મારી ફિલ્મ ખરીદી લીધી છે. જો હું આમાં કંઈ ખોટું બોલતો હોઉં તો મને કહો.

આમિરે આગળ કહ્યું, મને નથી ખબર કે એક ફિલ્મ બે વાર કેવી રીતે વેચાય. જો તમે જાણો છો તો પછી તેને વેચો. હંમેશા પ્રશ્ન ઉભો થાય છે કે આ ફિલ્મ સારી ચાલી કે અન્ય ફિલ્મે સારી કમાણી કરી.

આ પણ વાંચો : આમિર ખાને ગીત ગાયું તો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો…

પહેલા હું ફિલ્મો જોવા જતો હતો હવે હું ફેન્સી થિયેટરો માટે જાઉં છું. હવે હું ગમે ત્યાં ફિલ્મો જોઈ શકું છું. હું મારા ફોન પર પણ જોઈ શકું છું. શું આ બિઝનેસ મોડલ છે? આને બિઝનેસ મોડલ ન કહેવાય. તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢાના ફ્લોપ થયા બાદ આમિર ખાન એક્ટિંગથી દૂર હતો. હવે તે ‘સિતારે જમીન પર’ માં દેખાશે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ક્રિસમસ વખતે રિલીઝ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button