મનોરંજન

આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…

મુંબઈઃ બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન અત્યારે તેની ફિલ્મના પ્રમોશન માટે દોડી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી તેણે કોઈ મોટી ક્માણીની ફિલ્મ નથી આપી પરંતુ અત્યારે આગામી ફિલ્મ ‘સિતારે જમની પર’ના પ્રમોશન માટે મહેનત કરી રહ્યો છે. આમિર ખાન શરૂઆતથી ફિલ્મોમાં આવવા માટે મહેનત કરતો રહ્યો છે. બોલિવુડમાં સફળ થયા પહેલા તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરી ચૂક્યો છે. આમિર ખાને અનેલ લોકોને ફિલ્મી જગતમાં મદદ પણ કરી છે. જેમાં તેના કાકા અને ડાયરેક્ટ્ર નાસિર હુસેન પણ સામેલ છે.

આમિર ખાન સૌથી વધારે કયા કલાકારને પસંદ કરે છે?
આમિર ખાનના લાખો ચાહકો છે, પરંતુ શું તમે જાણો છો? આમિર ખાન સૌથી વધારે કયા કલાકારને પસંદ કરે છે? બોલિવુડના દિગ્ગજ અભિનેતા બિગ બી અમિતાબ બચ્ચન આમિર ખાનના સૌથી વધારે પ્રિય અભિનેતા છે. બિગ બી આમતો બોલિવુડમાં દરેક લોકોના ફેવરિટ છે. પરંતુ આમિર ખાન બાળપણથી જ બિગ બીને વધારે પસંદ કરે છે, એટલું જ નહીં પરંતુ આજે પણ તેઓ અમિતાભ બચ્ચનને ખૂબ જ પસંદ કરે છે.

કૌન બનેગા કરોડપતિ’ શોમાં પહોંચ્યો આમિર ખાન
અમિતાભ બચ્ચનને આમિર ખાન સૌથી વધારે પસંદ કરે છે તેનું એક ઉદાહરણ પણ છે. આમિર ખાન તેમના જ લગ્નનું કાર્ડ લઈને બિગ બી પાસે પહોંચી ગયા હતા. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાયેલા શો ‘કૌંન બનેગા કરોડપતિ’માં આમિર ખાન આવ્યો હતો. ત્યાં તેણે બિગ બીના ખૂબ વખાણ કર્યા. બંને દિગ્ગજો વચ્ચે ઘણી વાતચીત થઈ અને પછી આમિરે ખુલ્લેઆમ બિગ બી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો હતો.

બિગ બી પોતાના લગ્નનું કાર્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા
કેબીસીમાં આમિર ખાન અને બિગ બી સાથે ઘણી ચર્ચાઓ થઈ હતી. પરંતુ તેમાં ખાસ તો આમિરના લગ્નની વાત થઈ હતી. આમિર ખાને અમિતાભ બચ્ચનને પૂછ્યું કે, શું તમને તમાર લગ્નની તારીખ યાદ છે? બિગ બીએ કહ્યું 3 જૂન 1973. તો આમિરે ફરી સવાલ કર્યો કે તેનો કૂ પૂરાવો તો આપો. બિગ બીએ રમૂજી જવાબ આપ્યો હતો. આમિરે કહ્યું હા સર મારી પાસે સબૂત છે. સર તમારા લગ્નનું કાર્ડ મારી પાસે છે. આમિરે અમિતાભને તેમના લગ્નનું કાર્ડ બતાવ્યું અને બિગ બીએ કહેલી તારીખ બિલકુલ સાચી નીકળી. બિગ બી પણ પોતાના લગ્નનું કાર્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આમિર અને અમિતાબ હવે બોલિવુડના દિગ્ગજ અભિનેતા ગણાયા છે. જો કે, બિગ બી સામે દરેક કલાકાર પાણી ભરે છે.

આપણ વાંચો : શરૂઆતમાં ઊંચાઈને લઈને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સથી ચિંતિત રહેતોઃ આમિર ખાનનો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button