મનોરંજન

આમિર ખાને પોતાની ફિલ્મનો જ રેકોર્ડ તોડ્યો, જાણો બીજા દિવસે કેટલું કલેક્શન કર્યું?

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂનના રોજ રિલીઝ થઈ અને બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા બાદ આમિરની આ કમબેક ફિલ્મને ટીકાકારોની પણ વાહવાહી મળી રહી છે, અને દર્શકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મે પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કર્યું અને બીજા દિવસે તેની કમાણીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. આ ફિલ્મે આમિરના ચાહકોમાં નવો ઉત્સાહ જગાવ્યો છે.

બીજા દિવસે રેકોર્ડબ્રેક કમાણી

એક મીડિયા અહેવાલ પ્રમાણે ‘સિતારે જમીન પર’એ રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે 21.50 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 10.70 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જેની સાથે બે દિવસનું કુલ કલેક્શન 32.20 કરોડ રૂપિયા થયું છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા ડિસૂઝા મેઈન લીડમાં જોવા મળી રહ્યા છે. જ્યારે રવિવારે કલેક્શનમાં વધારો થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે, જે ફિલ્મને ત્રણ દિવસમાં 50 કરોડની ક્લબમાં પહોંચી શકે છે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

‘સિતારે જમીન પર’એ બીજા દિવસની કમાણીમાં આમિરની જ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો રેકોર્ડ તોડી નાખ્યો. ‘લાલ સિંહ ચઢ્ઢા’એ બીજા દિવસે 7.26 કરોડ અને બે દિવસમાં 18.96 કરોડ રૂપિયા કમાયા હતા. આ ઉપરાંત, ફિલ્મે અક્ષય કુમારની તાજેતરની રિલીઝ ‘કેસરી-2’ને પણ પાછળ છોડી દીધી, જેણે પહેલા દિવસે 7.75 કરોડ અને બીજા દિવસે 9.75 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આમિરની આ ફિલ્મે બોક્સઓફિસ પર નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો -‏‏‎ શું સિતારે જમીન પર અક્ષય કુમારની હાઉસફુલ 2નો રેકોર્ડ તોડશે? બીજા દિવસે કરી બંપર કમાણી…

‘સિતારે જમીન પર’ ઓટીટી પર રિલીઝ નહીં થાય

આમિર ખાને ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે ‘સિતારે જમીન પર’ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. રિપોર્ટ્સ અનુસાર, તેમણે આ માટે કરોડો રૂપિયાની ઓફર પણ નકારી દીધી હતી. આ નિર્ણયથી ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ પર ચાહકોનો ઉત્સાહ વધ્યો છે. આ ફિલ્મ આમિરની પરફેક્શનિસ્ટ ઈમેજને ફરી એકવાર ઉજાગર કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button