આમિર-આયેશાની સુપરહીટ ફિલ્મ રિ-રિલિઝ તો થઈ, પણ માત્ર મુંબઈમાં જ જોઈ શકાશે | મુંબઈ સમાચાર
મનોરંજન

આમિર-આયેશાની સુપરહીટ ફિલ્મ રિ-રિલિઝ તો થઈ, પણ માત્ર મુંબઈમાં જ જોઈ શકાશે

હિન્દી ફિલ્મોમાં ઘણા પ્રયોગો થતા રહ્યા છે, પરંતુ ક્યારેય આખું ગીત સ્લો મોશનમાં બતાવવામાં આવ્યું ન હતું. હજુ તો કોરિયોગ્રાફર તરીકે નવી જન્મેલી ફરાહ ખાને આ પ્રયોગ કર્યો અને તે એટલો તો લોકપ્રિય બન્યો કે આજે પણ એ ગીત જોવું સૌને ગમે છે. વાત છે ફિલ્મ જો જીતા વહી સિકંદરના ગીત પહેલા નશા, પહેલા ખુમારની. આ ગીત અને ફિલ્મની રિલિઝને 33 વર્ષ થઈ ગયા છે ત્યારે તેને ફરી યાદ કરવાનું કારણ એ છે કે નિર્માતાઓએ ફિલ્મ રિ-રિલિઝ કરી છે, પરંતુ હાલમાં તો માત્ર મુંબઈના અમુક થિયેટરોમાં જ ફિલ્મ જોવા મળશે, તેથી અન્ય શહેરોના દર્શકો નિરાશ થયા છે.

આપણ વાંચો:  સિનેમાઘરોમાં ચાલી રહ્યો છે અજય દેવગણનો જાદુ! રેડ 2એ 14 દિવસે પણ કરી બંપર કમાણી

આમિર ખાન, આયોશા ઝુલ્કા, પૂજા બેદી, દીપક તિજોરી સહિતના કલાકારોની આ ફિલ્મ તે સમયની એકદમ ફ્રેશ અને એન્ટરટેઈનિંગ ફિલ્મ હતી. મધ્યમવર્ગીય પરિવારના કૉલેજિયનોની લાઈફ અને ઈમોશન્સને લીધે ફિલ્મ યુવાનોની ફેવરીટ ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મની સાયકલની રેસ, લવ ટ્રાયેંગલ અને સુપરહીટ મ્યુઝિક આજે પણ લોકો યાદ કરે છે. 1992માં આવેલી આ ફિલ્મ ફરી રિલિઝ થવાની છે ત્યારે ફિલ્મની હીરોઈન પૂજા બેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. પોસ્ટમાં તેણે પોતાની ફિલ્મ પાછી મોટા પદડા પર રિલિઝ થવાનો આનંદ વ્યક્ત કર્યો છે. આ સાથે તેણે ફેન્સને પૂછયુ છે કે તેમને ફિલ્મમાં સૌથી વધારે શું ગમ્યું છે.

View this post on Instagram

A post shared by POOJA BEDI (@poojabediofficial)

જોકે ફિલ્મ માત્ર મુંબઈના અમુક થિયેટરોમાં ખાસ માર્કેટિંગ વિના રિલિઝ થઈ છે. તેથી અન્ય શહેરોમાં જોવા મળશે નહીં.

Back to top button