મનોરંજનમહારાષ્ટ્ર

મરાઠી-ટીવી અને ફિલ્મજગતના જાણીતા નિર્દેશકે નાગપુરમાં કરી આત્મહત્યા

મુંબઈઃ પ્રખ્યાત મરાઠી ફિલ્મ દિગ્દર્શક અને લેખક આશિષ અરુણ ઉબાલે (58) એ શનિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેતા શોક વ્યાપી ગયો છે. આશિષે નાગપુરના ધંતોલી સ્થિત રામકૃષ્ણ મઠના ગેસ્ટ રૂમમાં ફાંસી લગાવી હોવાની માહિતી મળી છે.

મૂળ પુણેનો આશિષ શુક્રવારે તેના નાના ભાઈ સારંગને મળવા નાગપુર ગયો હતો. સારંગ રામકૃષ્ણ મઠના સેવાધારી છે અને અહીં જ રહે છે. સારંગે તેમને મઠના ગેસ્ટરૂમમાં ઉતારો આપ્યો હતો.

શનિવારે બપોરના ભોજન પછી આશિષ રૂમમાં આરામ કરી રહ્યો હતો. સારંગ પોતાના કામમાં બિઝી હતો. લગભગ સાંજે પાંચેક વાગ્યે સારંગ રૂમમાં ગયો ત્યારે આશિષ દોરડા પર લટકતો જોવા મળ્યો. તેણે મદદ માટે બૂમો પાડી હતી અને ધંતોલી પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાં જ ઇન્સ્પેક્ટર અનામિકા મિર્ઝાપુરે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આશિષનો મોબાઈલ ચેક કર્યો અને તેમાં આશિષે પોતે જ પોતાના નંબર પર મેસેજ કર્યો હતો. તેમાં તેણે માનસિક અને દેવાના તણાવમાં આત્મહત્યા કરવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો:  પાકિસ્તાન કરતા હું નર્કમાં જવાનું પસંદ કરું! પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કરી મોટી વાત

આશિષ ઉબાલેની ફિલ્મ ઉદ્યોગ અને મરાઠી ટેલિવિઝનમાં લાંબી અને સફળ કારકિર્દી રહી છે. તેણે અગ્નિ, એકા શ્વેશે અંતર, ગજરા અને ચક્રવ્યુહ જેવી ઘણી લોકપ્રિય મરાઠી સિરિયલોનું નિર્દેશન કર્યું. આ ઉપરાંત તેમણે ગાર્ગી ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું. તેણે પ્રેમસતી વાટલે તે અને બાબુરાવાલા પકડા જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. તેમની ફિલ્મ ગાર્ગી 2009 માં નાગપુરમાં આયોજિત કાર્લ્સબર્ગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી.

ફિલ્મજગતમાં આ રીતે દેવામાં ડૂબી જતા કે આર્થિક ભીંસ અનુભવાતા ઘણાએ જીવન ટૂકાવ્યું છે. અગાઉ ખૂબ જ જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પણ આ રીતે આત્મહત્યા કરી જીવન ટૂકાવ્યું હતું. જોકે એવા હજારો દાખલા તમને ફિલ્મજગતમાંથી જ મળશે જેમાં કલાકારો કે અન્ય કસબીઓ સાવ જ પાયમાલ થયા બાદ ફરી સફળતાની સીડી ચડ્યા હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button