Shraddha Kapoorના જીવનમાં થઈ કોઈ ખાસની એન્ટ્રી, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા સમાચાર…

બી-ટાઉનની ચુલબુલી ગર્લ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધાની ફિલ્મ સ્રી ટુનો જાદુ છવાયેલો છે. શ્રદ્ધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી એક્ટ્રેસમાંથી એક છે કે જેઓ પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે.
શ્રદ્ધાની ફિલ્મ સ્ત્રી-ટુ બોક્સ ઓફિસ પર બંપર કમાઈ કરી છે. શ્રદ્ધા ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના પરિવારમાં આવેલા નવા સભ્ય વિશે જણાવ્યું છે. ચાલો જાણીએ કોણ છે શ્રદ્ધાના પરિવારમાં આવેલો નવું સદસ્ય…
આ પણ વાંચો: સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…
ઈન્ડસ્ટ્રીની બીજી એક્ટ્રેસની જેમ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. આજે શ્રદ્ધા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને પોતાના પરિવારમાં આવેલા નવા સદસ્યનો પરિચય કરાવ્યો છે. હવે તમે વધારે વિચાર કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે શ્રદ્ધાના પરિવારમાં એક નવા પપીનો સમાવેશ થાય છે.
શ્રદ્ધાએ પોતાની આ પોસ્ટમાં લખ્યું છે કે મળો અમારા પરિવારમાં આવેલી નન્હીં સ્ત્રીને. આ અમારા પરિવારનો નવો સભ્ય છે. છે ને સેલિબ્રેશનનો અનોખો તરીકો? જોકે, એ વાત સાવ અલગ છે કે પરિવારમાં આવેલા આ નવા સદસ્યને કારણે કોઈ છે જે ખાસ ખુશ હોય એવું લાગતું નથી. સ્વાઈપ કરીને જુઓ આખરે કોણ છે એ. આવું કહીને શ્રદ્ધાએ પોતાના પેટ ડોગનો ફોટો અપલોડ કર્યો છે, જેમાં તેનો પેટ ડોગ તેને જોઈ રહ્યો છે.
આ પણ વાંચો: કાજોલે કરી કંઇક એવી હરકત કે લોકો ભડક્યા અને કહી દીધી એવી વાત કે….
વાત કરીએ શ્રદ્ધાની તો તે શ્રદ્ધા કપૂરની હાલમાં જ આવેલી ફિલ્મ સ્રી-ટુ બોક્સ ઓફિસ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના અનેક રેકોર્ડ બ્રેક કરી દીધા છે.