માત્ર A. R. Rehman જ નહીં, આ સ્ટાર્સે પણ લગ્નના વર્ષો બાદ લીધા હતા છૂટાછેડા…

ઑસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાનનાં છૂટાછેડાની ચર્ચા થઈ રહી છે. તેની પત્ની સાયરા બાનુનેએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે. આ પહેલા પણ ઘણા કપલ લાંબા સફર બાદ છૂટાછેડા લઈ ચૂક્યા છે. આ લિસ્ટમાં આમિર ખાનથી લઈને રિતિક રોશન સુધીના દરેકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : AR Raheman બાદ તેમની બેન્ડની આ ખાસ સદસ્યએ પણ લીધા ડિવોર્સ…
આમિર ખાન અને કિરણ રાવનાં થયા હતા તલાક

આમિર ખાન અને કિરણ રાવ પણ 16 વર્ષ સુધી સાથે રહ્યા હતા. 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 16 વર્ષ પછી 2021 માં છૂટાછેડા લીધા હતા, પરંતુ તેઓ હજી પણ સારા મિત્રો છે અને સાથે કામ કરે છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં આમિરે કહ્યું હતું કે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખતમ થઈ ગયો છે, પરંતુ બે માણસો વચ્ચે નથી. છૂટાછેડા પછી પણ આમિર ખાન તેની બંને પત્નીઓ સાથે મિત્રતા જાળવી રાખે છે.
સોહેલ ખાન અને સીમા સજદેહે લીધા છૂટાછેડા

સોહેલ ખાન અને સીમા સજદેહે વર્ષ 2022માં છૂટાછેડાની જાહેરાત કરી હતી. સીમા-સોહેલે લગ્નના 24 વર્ષ બાદ છૂટાછેડા લઈને બધાને ચોંકાવી દીધા હતા. સીમા સજદેહે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા અને 24 વર્ષ બાદ 2022માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો. આ લગ્નથી સીમાને બે બાળકો છે, નિરવાન અને યુહાન.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા પણ છૂટા પડેલા

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વર્ષ 2017માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. લગ્નના 19 વર્ષ બાદ તેઓએ છૂટાછેડા લીધા હતા. અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 12 ડિસેમ્બર 1998ના રોજ લવ મેરેજ કર્યા હતા અને 19 વર્ષ બાદ 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા.
રિતિક રોશન 14 વર્ષ બાદ પડ્યા છૂટા

રિતિક રોશન અને સુજૈન ખાને વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને લગ્નના 14 વર્ષ બાદ 2014મા તેઓએ છૂટાછેડા લીધા હતા. પત્નીથી અલગ થયા બાદ રિતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યા હતા અને સુઝૈન ખાન પણ અરસલાન ગોનીને લાંબા સમયથી ડેટ કરી હતી.
રિતિક રોશન અને સુજૈન ખાને વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને લગ્નના 14 વર્ષ બાદ 2014મા તેઓએ છૂટાછેડા લીધા હતા. પત્નીથી અલગ થયા બાદ રિતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યા હતા અને સુઝૈન ખાન પણ અરસલાન ગોનીને લાંબા સમયથી ડેટ કરી હતી.