અભિનેતા છે કે નેતા! આ સાઉથના સ્ટાર્સને જોવા એકઠી થઇ એટલી બધી ભીડ કે…..
જો તમે સાઉથના સ્ટાર્સ માટે લોકોના પ્રેમની ઝલક જોવા માગતા હો તો અમે તમને એક વીડિયો શેર કરીએ છીએ, એમાં તમને જોવા મળશે કે લોકો કેટલી હદ સુધી ફિલ્મ સ્ટાર્સના દિવાના છે કે તેની આગળ તો બોલિવૂડ સ્ટાર્સ પણ પાણી ભરે. અલ્લુ અર્જુન અને રામ ચરણ બંને સાઉથના સ્ટાર છે. તેમની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. એવામાં તાજેતરમાં જ્યારે બંને સ્ટાર જાહેરમાં આવ્યા, ત્યારે તેમને જોવા માટે લોકોની એટલી બધી મોટી ભીડ એકઠી થઇ ગઇ કે તેને સંભાળવું મુશ્કેલ બની ગયું હતું.
અલ્લુ અર્જુને નંદ્યાલમાં YSR કોંગ્રેસના ઉમેદવાર રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના પ્રચારમાં ભાગ લીધો હતો, ત્યારે રામ ચરણ તેની માતા સાથે પીઠાપુરમમાં કુક્કુટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. બંને સ્ટાર્સ ચાહકોની ભીડથી ઘેરાયેલા હતા. અલ્લુ અર્જુન અને રામ ચરણને જોવા માટે ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
15 ઓગસ્ટે અલ્લુની પુષ્પાઃ ધ રૂલની રિલીઝની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં ફહાદ ફૈસીલ, રશ્મિકા મંદન્ના, ધનંજય, રાવ રમેશ વગેરે પણ છે અને તે જંગી હિટ પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે. આલ્બમનું પહેલું ગીત થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું અને તે ચાહકોમાં પહેલેથી જ હિટ છે.