મનોરંજન

સાઉથના આ સુપર સ્ટારની પત્ની વિરુદ્ધ ચાલશે ફ્રોડનો કેસ…

રજનીકાંતની પત્ની લતા પર ફિલ્મ ‘કોચાદાઇયાં’ના પોસ્ટ પ્રોડક્શન માટે આપવામાં આવેલા પૈસાનો કથિત દુરુપયોગ કરવાનો આરોપ છે. આ કેસમાં લતા રજનીકાંત વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ એવો છે કે લતા રજનીકાંતે ફિલ્મના પ્રમોશન માટે બાકી રકમ ચૂકવી નથી. જેના સંદર્ભમાં લતા રજનીકાંત વિરુદ્ધ પ્રમોશન કંપની દ્વારા છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેની સાથે ફિલ્મની પ્રમોશનલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટે ફ્રોડનો કેસ રીઓપન કર્યો હતો.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા સામે સુપ્રીમ કોર્ટે ફ્રોડના કેસને ફરી રીઓપન કરાવ્યો છે. મતલબ કે હવે ફરી લતા રજનીકાંત સામે ફ્રોડ કેસ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આદેશને પણ સંપૂર્ણપણે પલટી નાખ્યો હતો આ આદેશમાં લતા રજનીકાંત પરના તમામ આરોપો અને કેસ રદ કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે લતા રજનીકાંતે કાં તો આ કેસમાં કાર્યવાહીનો સામનો કરવો જોઈએ અથવા નિર્દોષ જાહેર થવા માટે અરજી દાખલ કરવી જોઈએ. કર્ણાટકમાં લતા રજનીકાંત વિરુદ્ધ આઈપીસીની ચાર ફોજદારી કલમ 196, 199, 420 અને 463 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પરંતુ કોર્ટે 2022માં લતાજીને રાહત આપતા FIR રદ કરી દીધી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આ આદેશને રદ કરી દીધો છે.

આ સમગ્ર મામલો રજનીકાંતની પુત્રી સૌંદર્યા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘કોચાદાઇયાં’ સાથે જોડાયેલો છે. અરજીકર્તા અબીર ચંદ નાહર અને મધુબાલા નાહરે કહ્યું હતું કે તેઓએ આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે લગભગ 10 કરોડ રૂપિયા આપ્યા છે તેમ છતાં લતા રજનીકાંતે તેને કંપનીમાં તેમનો હક નથી આપ્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button