બોલીવુડની આ 2 અભિનેત્રીઓ વચ્ચે જામી કેટફાઇટ, રણવીર સિંહની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત..
કેટરિનાની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર તાજેરમાં રીલીઝ થયું છે. આ ટ્રેલરના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે, જેમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે. આલિયાએ કેટરિનાના ફિલ્મનાં ટ્રેલરના વખાણ કરતી એક પોસ્ટ કરી છે, જો કે સોશિયલ મીડિયા યુઝર્સે પોઇન્ટ ઉઠાવ્યો છે કે ‘મેરી ક્રિસમસ’ પહેલા ‘ફાઇટર’નું પણ પોસ્ટર રિલીઝ થયું હતું, તેના ગીતો પણ રિલીઝ થયા છે, એના પર આલિયાએ કેમ કોઇ ટિપ્પણી કરી નથી.
આલિયા ભટ્ટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પતિ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિનાનાં વખાણ કર્યાં છે અને તેની ફિલ્મને ટેકો આપ્યો છે. જોકે, બીજી તરફ તેણે પતિની બીજી એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણનો ઉલ્લેખ કર્યો નથી કે તેની આગામી ફિલ્મની નોંધ પણ લીધી નથી. આથી, બંને અભિનેત્રીઓ વચ્ચેની કેટ ફાઈટ ફરી જાહેરમાં આવી ગઈ છે.
સામાન્યપણે આલિયા પોતાના દરેક ઇન્ટરવ્યુમાં કહેતી હોય છે કે, તેનું પોતાના પતિની બંને ભૂતપૂર્વ પ્રેમિકાઓ દીપિકા અને કેટરિના સાથે સારું બોન્ડિંગ છે. કરણ જોહરના શોમાં પણ તેણે આ વાત કબૂલતાં કહ્યું હતું કે, કેટરિના બહુ મહેનતું અભિનેત્રી છે, જ્યારે દીપિકા સૌથી ખૂબસૂરત છે અને તેના અભિનયની તે પ્રશંસક છે. જોકે, બોલીવૂડમાં દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય છે.
નવાઇની વાત એ છે કે આલિયાને દિપીકાના પતિ રણવીરસિંહ સાથે સારું ફાવે છે, બંને ‘ગલીબોય’ તથા ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં સાથે દેખાયા હતા, બંને ઢગલાબંધ એડ્ઝમાં પણ સાથે દેખાય છે. હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’માં પણ તેઓ દેખાશે. જો કે આમાં દિપીકા કરતા આલિયાનો રોલ વધારે મહત્વનો હોવાની અટકળો છે, જેથી બંને વચ્ચે કેટફાઇટ જામી છે.