નેશનલ એવોર્ડ 2025: શાહરૂખ-રાનીના ક્યૂટ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા
મનોરંજન

નેશનલ એવોર્ડ 2025: શાહરૂખ-રાનીના ક્યૂટ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા

બોલીવુડની ફેમસ જોડી કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન અને રાની મુખર્જી આસાથે સુપર સ્ટાર વિક્રાંત મેસીને 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025ના આયોજનમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાહરૂખને જવાન ફિલ્મ અને રાનીને મિસિસ ચટર્જી વર્સિસ નોર્વે માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ કલાકારોને એવોર્ડ આપ્યા હતા. આ આયોજનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ રહ્યા છે. જેમાનો એક શાહરૂખ રાનીનો વીડિયો છે. આ વીડિયોમાં રાની અને શાહરૂખ મસ્તી કરી કર્યા છે. જ્યારે આ વીડિયોને ફેન્સે ખુબ વખાણી રહ્યા છે.

શાહરૂખની માસૂમ અદા

એક વાયરલ વીડિયોમાં શાહરૂખ એવોર્ડના રિબનનો દોરો ખોલવાનો પ્રયાસ કરે છે. રાની તેને એવોર્ડ પહેરવામાં મદદ કરે છે અને ફોનના કેમેરામાં તેનો ચહેરો બતાવે છે. શાહરૂખ વિક્રાંતનું મેડલ જોવે છે અને હસે છે, જેને ફેન્સે ‘પૂકી’ કહીને પસંદ કરી રહ્યા છે.

અન્ય એક વીડિયોમાં એવું બતાવવામાં આવ્યું છે કે શાહરૂખ રાનીના વાળ સરખા કરે છે અને આ વીડિયો ક્લિપમાં શાહરૂખ રાનીની કાળજી લેતા જોવા મળે છે. જેનાથી ફેન ક્લબે આ વીડિયોને કેપ્શન આપ્યું કે કિંગ માત્ર મોટા પડદા પર નથી પણ તે રીયલ લાયફનો કિંગ છે.

આ ઉપરાંત વીડિયો બંને સાથે સેલફી લેતા પણ જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. ફેન્સે કહ્યું કે આ જોડીની કેમેસ્ટ્રી હજી પણ અદ્ભુત છે અને તેઓએ ફરી સાથે ફિલ્મો કરવી જોઈએ.

શાહરૂખ-રાનીની આ ક્યુટ મોમેન્ટ જોઈને ફેન્સે સોશિયલ મીડિયા પર બંનેના ખૂબ વખાણ કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે આ જોડીની મિત્રતા અને કેમેસ્ટ્રી આજે પણ ખાસ છે. આ અગાઉ બંનેએ ‘કુછ કુછ હોતા હૈ’, ‘કલ હો ના હો’ અને ‘ચલતે ચલતે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ પહેલી વખત છે જ્યારે બંનેએ એકસાથે આ નેશનલ એવોર્ડ જીત્યો છે, આ કાર્યક્રમમાં વિક્રાંત મેસી અને મોહનલાલ પણ હાજર હતા.

આ પણ વાંચો…Amitabh Bachchan, Rajnikanthને પાછળ મૂકી આ કલાકારે જિત્યા છે સૌથી વધુ નેશનલ એવોર્ડ્સ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button