છ વર્ષના કરિયરમાં પાંચ સુપરહિટ ફિલ્મ આપનાર આ એક્ટ્રેસની નેટવર્થ છે કરોડોમાં…

પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાને કારણે ફેન્સના દિલો પર રાજ કરનારી 29 વર્ષની આજની આપણી બર્થડે ગર્લે ખૂબ જ નાની ઉંમરમાં ઉંચુ મકામ હાંસિલ કરી લીધું છે અને એનો અંદાજ એના પરથી જ આવી જાય છે કે છ વર્ષના અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં તેણે 9 ફિલ્મોમાં કામ કર્યું છે અને એમાંથી છ ફિલ્મો એકદમ સુપરહિટ સાબિત થઈ છે. એટલું જ નહીં રોયલ ફેમિલી સાતેના કનેક્શનની સાથે સાથે જ તેની નેટવર્થ પણ કરોડોમાં છે. ચાલો તમને જણાવીએ કે કોણ છે એ અદાકારા…
અહીં વાત થઈ રહી છે સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહની લાડકવાયી સારા અલી ખાન (Sara Ali Khan)ની. સારાનો આજે બર્થડે છે અને તેણે 2018માં ફિલ્મ કેદારનાથથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પોતાની સુંદરતા અને દમદાર એક્ટિંગની સાથે સાથે જ સારા તેની સાદગી માટે પણ જાણીતી છે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ બાદ અમૃતાએ સારાનો ઉછેર એક સિંગલ મધર તરીકે કર્યો છે. સારા દરેક ધર્મમાં માને છે અને તે મંદિર, મસ્જિદથી લઈને ગુરુદ્વારામાં પમ ભગવાનના આશિર્વાદ લેવા જાય છે, આ જ કારણ છે કે સારા તેની પ્રોફેશનલ લાઈફમાં પણ આટલી સફળ છે.
આ પણ વાંચો: Watch Video: અરે! શું થયું? કેવી રીતે બગડી ગયો સારા અલી ખાનનો મોંઘો ડ્રેસ?
ફિલ્મ કેદારનાથથી ફિલ્મી દુનિયામાં પગ મૂકનાર સારા પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકોના મન પર છવાઈ ગઈ હતી અને ત્યાર તેણે સિમ્બા જેવી સુપરહિટ ફિલ્મ પણ આવી હતી. સારાએ છ વર્ષના કરિયરમાં પાંચ સુપરહિટ ફિલ્મ આપી છે, પણ તેમ છતાં તેણે અનેક મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે.
વાત કરીએ તેની નેટવર્થની તો સારા અલી ખાન એક ફિલ્મ માટે પાંચથી સાત કરોડ રૂપિયા ચાર્જ કરે છે, એવો દાવો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં એક આલિશાન મકાન છે, જે તેણે ખુદ ખરીદ્યું છે. આ ઘરની કિંમત દોઢ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ સાથે સાથે જ સારા લક્ઝરી કારની પણ શોખીન છે અને તેની પાસે મર્સિડિઝ બેન્સ જી ક્લાસ 350ડી જેવી અનેક લક્ઝરી કાર છે એની કિંમત પણ કરોડો રૂપિયાની છે. સારા ફિલ્મો સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતથી પણ સારી એવી કમાણી કરે છે. તેની કુલ નેટવર્થ 41 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તે છેલ્લે ફિલ્મ ઝરા હટકે, ઝરા બચકેમાં જોવા મળી હતી અને ત્યાર બાદ તે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ અય વતન, મેરે વતનમાં જોવા મળી હતી.