મનોરંજન

શાહરૂખ ખાનના ચાહકોને 440 વોલ્ટનો આંચકો

અભિનેતા હવે રોમાન્ટિક ફિલ્મો નહીં કરે

સુપર સ્ટાર શાહરૂખ ખાન વિશે એક એવા સમાચાર જાણવા મળ્યા છે જે જાણીને તેના ચાહકોને 440 વોલ્ટનો આંચકો લાગશે. બોલિવૂડના આ ક્યુપીડ સ્ટારે અભિનેતાએ જણાવ્યું છે કે તે હવે રોમાન્ટિક ફિલ્મો નહીં કરે. આ વિશે અમે તમને વિસ્તારથી જણાવીએ.

ફિલ્મમેકર કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ એ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. 25 વર્ષ પૂરા થવા નિમિત્તે કરણે આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ ફિલ્મ 16 ઓક્ટોબર, 1998ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમનો પ્રેમ ત્રિકોણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મની સ્ક્રીનિંગમાં શાહરૂખ પણ હાજર રહ્યો હતો અને આ દરમિયાન અભિનેતાને તેની આગામી પ્રેમ આધારિત ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું હતું, જે બાદ અભિનેતાએ તેના જવાબથી ચાહકોને નિરાશ કર્યા હતા.

ફિલ્મની સ્ક્રીનિંગમાં કરણ જોહરે એસઆરકે અને રાની મુખર્જી સાથે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ગયા અઠવાડિયે મેગાસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમને Y+ સુરક્ષા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણ સુરક્ષા સાથે ફિલ્મના સ્ક્રિનીંગમાં પહોંચ્યા હતા. ફિલ્મની સ્ક્રીનિંગ સમયે શાહરૂખે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મને સ્ટાર બનાવવા માટે હું યશ ચોપરા, યશ જોહર, કરણ જોહર અને આદિત્ય ચોપરાનો આભારી છું. મને ખબર નથી કે હવે હું લવ સ્ટોરી કરીશ કે નહીં. આ બધું યુવા કલાકારોને કરવા દો.

શાહરૂખ ખાનના આવા જવાબ બાદ તેમના ચાહકો નિરાશ થઇ ગયા છે કે હવે તેમને અભિનેતાની રોમાન્ટિક ફિલ્મ જોવા નહીં મળે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button