મનોરંજન

41 વર્ષીય આ એક્ટ્રેસ એક જ વર્ષમાં બીજા પતિને પણ આપશે Divorce?

હેડિંગ વાંચીને જ તમે પણ વિચારવા લાગ્યા ને કે આખરે કોણ છે આ એક્ટ્રેસ અને એક વર્ષમાં એવું તે શું થઈ ગયું કે એક્ટ્રેસના બીજા લગ્ન પણ તૂટવાને આરે પહોંચી ગયા છે? થોડા ધીરા પડો અમે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છે.

41 વર્ષીય દલજિત કૌર પોતાના બીજી વખતના પતિથી પણ અલગ થઈ રહી હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે દલજિતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પતિ નિખિલ પટેલની સરનેમ તો હટાવી જ દીધી છે પણ એની સાથેના ફોટો પણ તેણે ડિલિટ કરી દીધા છે. જેને કારણે એવી ચર્ચા ચાલી રહી છે એક્ટ્રેસ નિખિલથી ડિવોર્સ લઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 18મી માર્ચના જ દલજિતે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા અને તે તેની સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ ગયા મહિને જ દલજિત પુત્ર સાથે ભારત આવી ગઈ છે. દલજિતના નજીકના મિત્રએ જણાવ્યું હતું કે શરૂ-શરૂમાં તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં બંને વચ્ચે વાત વણસી હતી. દલજિત અને નિખિલને પણ સમજાઈ ગયું છે કે તેઓ એકબીજા માટે નથી બન્યા. જો પરિસ્થિતિ આવી જ રહેશે તો બંને છુટાછેડા લેવા વિશે વિચારી શકે છે.

જોકે, દલજિત કે નિખિલ તરફથી આ મામલે હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવામાં નથી, અને દલજિતની ટીમ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દલજિત તેના પુત્ર સાથે ભારત પાછી ફરી છે કારણ કે તેના પિતાની સર્જરી કરાવવાની છે. દલજીત કૌરે 18 માર્ચ 2023ના રોજ NRI બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. દલજીત અને નિખિલ બંનેના આ બીજા લગ્ન હતા.

આ પહેલાં દલજિતે ટીવી એક્ટર શાલીન ભાનોટ સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી તેને પુત્ર પણ છે જેનું નામ જેડેન છે. નિખિલ પણ પહેલેથી જ પરિણીત છે અને બે પુત્રીઓ આરિયાના અને અનિકાનો પિતા છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને ગયા વર્ષે દુબઈમાં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો પણ આ લગ્નજીવન પણ ખાસ કંઈ લાંબુ ચાલશે એવું લાગતું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button