મનોરંજન

સુશાંતસિંહ રાજપૂતના મોતના 3 વર્ષ બાદ વિક્રાંત મેસીએ કર્યો આ મોટો ખુલાસો..

’12મી ફેલ’માં વિક્રાંત મેસીની એક્ટિંગના ભારોભાર વખાણ થયા હતા. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ઓછા બજેટની ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે યોજાયેલા એક ઇન્ટરવ્યુમાં વિક્રાંતે સુશાંતના મોત બાબતે વિવાદો અને મીડિયા ટ્રાયલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

વિક્રાંતે કહ્યું હતું કે “સુશાંતના મૃત્યુ પછી મીડિયા ટ્રાયલ અને લોકોની પ્રતિક્રિયા જોઈને મને દુ:ખ થયુ હતું. સુશાંતના મૃત્યુ પછી અમુક લોકોએ ખરેખર શોક અને સંવેદના વ્યક્ત કરી હતી, પરંતુ બીજી તરફ, તેમનું મૃત્યુ પણ મોટા પ્રમાણમાં મીડિયા ટ્રાયલનો વિષય બની ગયું હતું. અલગ-અલગ ન્યુઝ પ્લેટફોર્મ પર નવી-નવી સ્ટોરીઓ બનવા લાગી હતી અને લોકો દરેક પ્રકારની અટકળો લગાવવા લાગ્યા હતા. લોકો કોઇના અંગત જીવન, સંબંધો, કરિયર વિશે કોઈપણ સત્તાવાર નિવેદન અથવા માહિતી વિના જાહેરમાં વાત કરવા લાગ્યા. મને લાગે છે કે આ એક વાસ્તવિકતાનો એક ભાગ છે અને તે હૃદયદ્રાવક છે.” વિક્રાંતે જણાવ્યું હતું.

વિક્રાંતે જણાવ્યું હતું કે તેણે અને સુશાંત બંનેએ નાના પડદા સાથે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે સુશાંત ‘પવિત્ર રિશ્તા’ શો કરી રહ્યો હતો ત્યારે વિક્રાંત ‘બાલિકા વધૂ’માં કામ કરી રહ્યો હતો.

સુશાંતના મૃત્યુ પછી બોલિવૂડના કેટલાક સ્ટાર્સે જે રીતે મૌન જાળવી રાખ્યું હતું તેના પર પણ વિક્રાંતે પોતાના મંતવ્યો શેર કર્યા હતા. વિક્રાંતને પૂછવામાં આવ્યું કે, જેઓ આ મુદ્દે એક થઈને બોલી શક્યા હોત તેઓ આ સમયે મૌન રહ્યા.

“બોલીવુડ એક ફેમીલી નથી, હું બોલિવૂડને ફેમિલી કહી શકતો નથી. આ એક સમુદાય છે, પરિવાર નથી.” તેવું વિક્રાંતે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button