મનોરંજન

લગ્નના ત્રણ મહિનામાં જ આ કારણે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી Sonakshi Sinha, જોતો રહ્યો પતિ Zahir Iqbal…

બોલીવૂડ એક્ટ્રેસ અને દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ આ જ મહિને 23મી જૂનના તેના લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. સોનાબેબીના લગ્નને કારણે સિન્હા પરિવારમાં ખાસ્સી એવી રામાયણ પણ સર્જાઈ હતી. પરંતુ હવે લગ્નના ત્રણ મહિના બાદ જ સોનાબેબીના આંખો આંસુથી છલકાઈ ઉઠી છે. સોશિયલ મીડિયા પર સોનાક્ષીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

જેમાં સોનાક્ષી ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી રહી છે.
હવે તમને થશે કે બે મહિનામાં બે-બે હનીમૂન એન્જોય કરનાર સોનાક્ષીને એવું તે કયું દુઃખ આવી પડ્યું તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને એ પણ કેમેરા સામે? ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો – વાત જાણે એમ છે કે હાલમાં જ સોનાક્ષી પતિ ઝહિર સાથે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સના સેટ પર પહોંચી હતી અને ત્યાં કન્ટેસ્ટન્ટના એકથી ચઢિયાતા એક પર્ફોર્મન્સ જોઈને સોનાક્ષી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. પરંતુ સોનાક્ષીને એક કન્ટેસ્ટન્ટના પર્ફોર્મન્સે એકદમ ઈમોશનલ કરી દીધા હતા.

એટલું જ નહીં આ પર્ફોર્મન્સ જોઈને સોનાક્ષી રડી પડી હતી અને આ જ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

એટલું જ નહીં પણ સોનાક્ષીને શોની કન્ટેસ્ટન્ટ ઈશાનીનો ડાન્સ જોઈને એકદમ ભાવુક થઈ ગઈ હતી અને તેને પોતાની વિદાયની મોમેન્ટ યાદ આવી ગઈ હતી. સોનાક્ષી પોતાની મમ્મી પૂનમ અને પિતા શત્રુઘ્નને યાદ કરીને રડી પડી હતી. તેણે કહ્યું પર્ફોર્મન્સ જોઈને તેના પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ ખરેખર ખૂબ જ સારું પર્ફોર્મન્સ હતું. સોનાક્ષીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ઝહિર પણ સોનાક્ષીને રડતી જોઈ રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સોનાક્ષી અને ઝહિરે 23મી જૂનના લગ્ન કર્યા હતા અને હાલમાં જ તેણે પતિ સાથે ગણેશ ચતુર્થીની ઊજવણી પણ કરી હતી અને તેના આ વીડિયોને કારણે લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button