વર્ષ 2025-2026 રહેશે રોમાન્ટિકઃ સૌયારા બાદ આ લવસ્ટોરી પર થિયેટરોમાં આવશે...

વર્ષ 2025-2026 રહેશે રોમાન્ટિકઃ સૌયારા બાદ આ લવસ્ટોરી પર થિયેટરોમાં આવશે…

અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ ફિલ્મના નિમાર્તા અને થિયેટરમાલિકોને તો કમાણી કરાવી છે, પરંતુ સાથે એવા ઘણા સ્ટાર્સ અને નિર્માતાઓને આશાનું કિરણ આપ્યું છે. ઘણા સમયથી લવસ્ટોરી માટે તરસી રહેલા બોલીવૂડ રસિયાઓ માટે સૈયારા એક ચેન્જ તરીકે આવી અને મુ્યઝિક અને સ્ટાર્સને લીધે ચાર દિવસમાં જ સો કરોડ છાપી ગઈ છે. પણ આવનારા સમયમાં પણ ઘણી લવસ્ટોરી છે જે થિયેટરોમાં રિલિઝ થવાની છે. બધી લવસ્ટોરીને દર્શકોનો લવ મળશે કે નહીં તે તો રિલિઝ પછી જ ખબર પડશે.

ચાલો જાણીએ કઈ કઈ ફિલ્મો તમને પ્રેમમાં પાડવા આવી રહી છે
પરમ સુંદરીઃ
મેડડોક ફિલ્મ્સની આ ફિલ્મ આમ તો સૈયારાને ટક્કર આપવા આવતા શુક્રવાર એટલે કે 25 જુલાઈના રોજ રિલિઝ થવાની છે. જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મ પણ લવસ્ટોરી છે. ફિલ્મનું ટ્રેલર ઈન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે અને જ્હાનવીનો દેશી અવતાર દર્શોકને ગમી ગયો છે, હવે જોઈએ ફિલ્મ ગમે છે કે નહીં.

param sundari

ધડક-2ઃ સૈયારા જોવા ગયેલા લગભગ બધા જ દર્શકોની વિશલિસ્ટમાં આ નામ હશે કારણ કે થિયેટરોમાં આ ફિલ્મનું ટ્રેલર સૈયારા દરમિયાન બતાવાય છે. તૃપ્તી ડિમરી અને સિદ્ધાર્થ ચતુર્વેદીની આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટ પરથી બનેલી ધડકની સિક્વલ છે. જાતિવાદની પૃષ્ટભૂમિ પર બનેલી ફિલ્મ લોકો જોવાનું પસંદ કરશે તેમ લાગી રહ્યું છે. 1લી ઑગસ્ટે આ ફિલ્મ રિલિઝ થવાની છે.

Dhadak 2

લવ એન્ડ વૉરઃ બ્રહ્માસ્ત્ર બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બન્ને ફરી મોટા પડદા પર સાથે દેખાશે. તેમની સાથે વિકી કૌશલ પણ જોવા મળશે. આ લવસ્ટોરી છે કે લવટ્રાયેંગલ છે તે અંગે ખાસ માહિતી નથી, પરંતુ સંજય લીલા ભણસાલીની આ મેગા બજેટ ફિલ્મ 2026માં દર્શકોને જોવા મળશે.

દે દે પ્યાર દે
અજય દેવગન અને રાકુલ પ્રીતની ફિલ્મની સિક્વલ પણ આ વર્ષના અંતમાં આવશે. આ ફિલ્મનો પહેલો ભાગ સફળ રહ્યો હતો. ફિલ્મમાં તબ્બુ પણ હતી.

તેરે ઈશ્ક મે
ફિલ્મ રાંઝણાની સિક્વલ માનવામાં આવતી આ ફિલ્મમાં નવી જોડી કૃતિ સેનન અને ધુનષ જોવા મળશે. આનંદ રાયના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ આ વર્ષે નવેમ્બર મહિનામાં જ રિલિઝ થશે.

tereishkmein

આવારાપન
2007માં આવેલી ઈમરાન હાશમીની આવારાપનની સિક્વલની જાહેરાત થઈ ચૂકી છે. ઈમરાન હોય તો સ્વાભાવિક રીતે રોમાન્સ પણ હોવાનો જ. આ ફિલ્મ 2026માં થિયેટરોમાં આવશે.

હૈ જવાની તો ઈશ્ક હોના હૈ
રમેશ તૌરાનીની આ રોમકોમ 2026માં આવે તેવી સંભાવના છે. વરૂણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરને ચમકાવતી આ ફિલ્મ પણ લવસ્ટોરી છે.

આ ઉપરાંત પણ ઘણી ફિલ્મો છે જેમાં હીરો હીરોઈનનો રોમાન્સ મૂળ વાર્તા હોય, પણ દર્શકો તેમની સાથે રોમાન્સ કરશે કે નહીં તે અત્યારથી કહી શકાય તેમ નથી.

આ પણ વાંચો…Special Opps-2 ની સીધી સાદી ડો. હરમિંદર ગિલ રિયલ લાઈફમાં છે ગ્લેમરસ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button