મનોરંજન

હમને તો જબ કલિયાં માંગી…અમિતાભ પહેલા અને પછી રેખાના જીવનમાં આવી ગયા આ પુરુષો અને…

70 વર્ષની ઉંમરે પણ આઈફા એવોર્ડમાં સ્ટેજ પર ઠુમકા લગાવી આગા લગાડનાર રેખાના કરિયર કરતા પણ તેની પર્સનલ લાઈફ પણ ઘણું લખાયું છે. રેખાના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથેના સંબંધો જગજાહેર છે, પરંતુ રેખાના સંબંધો અમિતાભ પહેલા અને પછી પણ ઘણા અભિનેતાઓ સાથે રહ્યા છે. આ તમામ સંબંધો છાપે ચડી ચૂક્યા છે, પરંતુ કમનસીબે રેખા આજે પણ એકલી જ છે.

આ પણ વાંચો : Rekhaએ Bachchan પરિવારના આ સદસ્યને પત્ર લખીને કહી એવી વાત કે જે વાંચીને બચ્ચન પરિવાર…

Credit : Jansatta

રેખા અને નવીન નિશ્ચલ
રેખાને તેની પહેલી હિન્દી ફિલ્મના સેટ પર હીરો સાથે જ અફેર થયો હતો. રેખાએ હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દી સાવન ભાદોથી શરૂ કરી હતી. નવીન નિશ્ચલે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે બન્ને જણ નજીક આવ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ સંબંધ અજાણ્યા કારણસર આગળ વધ્યો ન હતો.

Credit : you tube

રેખા, જીતેન્દ્ર અને શોભાનો લવ ટ્રાયેંગલ
નવીન સાથેના સંબંધો તૂટવાથી દુઃખી રેખાના જીવનમાં જીતેન્દ્ર આવ્યો અને બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા. જીતેન્દ્ર તે સમયે શોભા કપૂર સાથે પણ રિલેશનશિપમાં હતો, પણ શોભા વિદેશમાં હતી. જોકે કહેવાય છે કે એક ફિલ્મનું શૂટિંગ કરતી વખતે, અભિનેત્રીએ જીતેન્દ્રને કહેતો સાંભળ્યો કે રેખા તેના માટે માત્ર એક પાસ ટાઈમ છે. આનાથી રેખા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને પછી તેણે જિતેન્દ્ર સાથેના સંબંધો તોડી નાખ્યા.

Credit : Pinterest

આ ગુજરાતી સાથે સગાઈ થયાની વાત પણ…
ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે કામ કરી ચૂકેલા કિરણ કુમાર સાથે પણ રેખાનો અફેર હતો અને આ વિશે ઘણું લખાયું છે. બન્નેની સગાઈ થઈ હોવાનું પણ કહેવાય છે. રેખા અને કિરણકુમાર પરણવાના જ હતા, પણ ફરી રેખાને નસીબ નડ્યું અને અજાણ્યા કારણોસર બન્ને અલગ પડી ગયા.

આ પણ વાંચો : Rekha આ નામથી બોલાવે છે Amitabh Bachchanને…

Credit : navbharat times

આ અભિનેતાની માતાએ તો લાત મારી કાઢી હતી
પ્રેમમાં નિષ્ફળ રેખા ફરી એકવાર અભિનેતા વિનોદ મહેરા સાથે દિલ લગાવી બેઠીય આ સમયે વિનોદ બે વાર લગ્ન કરી ચૂક્યો હતો.

યાસિર ઉસ્માને રેખાની આત્મકથા ધ અનટોલ્ડ સ્ટોરીમાં લખ્યું છે કે વિનોદ અને રેખાના લગ્ન કોલકાતામાં થયા હતા. જ્યારે અભિનેતા રેખાને તેના ઘરે લાવ્યો ત્યારે તેની માતાએ અભિનેત્રીનું અપમાન કરી તેને લાત મારી ઘરની બહાર કાઢી નાખી હતી. જોકે આ સમયે વિનોદ તેની સાથે ઊભો રહ્યો નહીં અને રેખા ઝેરનો ઘુંટડો પી ગઈ ને સંબંધો તોડી નાખ્યા. જોકે આ લગ્ન બન્નેએ જાહેરમાં ક્યારેય સ્વીકાર્યા ન હતા.

આ પણ વાંચો : આ Special Oneની યાદ અને પ્રેમને કારણે Rekha પહેરે છે હંમેશા કાંજીવરમ સાડીઓ…

Credit : seniors today

પછી એન્ટ્રી થઈ આ અભિનેતાની…
રેખાનું નામ જેમની સાથે આજે પણ જોડાઈ છે તે અમિતાભ બચ્ચન રેખાના જીવનમાં આવ્યો.
આ જોડી ઓનસ્ક્રીન ઘણી હિટ રહી હતી અને પછી બોલિવૂડ સર્કલમાં તેમના અફેરના સમાચાર તેજીથી ફરવા લાગ્યા. જોકે અમિતાભ રેખાને મળ્યા પહેલા જ જયાને પરણી ગયો હતો. બન્ને વચ્ચે પ્રેમ હોવા છતાં આ સંબંધ આગળ વધી શક્યો નહીં. જયા બચ્ચને રેખાને ઘરે બોલાવી કહ્યું હતું કે તે અમિતાભથી અલગ ક્યારેય નહીં થાય, તેવા અહેવાલો પણ છે. યશ ચોપરાએ આ પરથી સિલસિલા ફિલ્મ પણ બનાવી છે. જોકે આજ સુધી રેખા સાથે અમિતાભનું નામ જોડાયેલું છે.

Credit : navbharat times

રાજ અને રેખાએ એકબીજાને સહારો આપ્યો પણ
રેખા અને અમિતાભના સંબંધો તૂટ્યા ત્યારે રાજ બબ્બરે અભિનેત્રીના જીવનમાં પ્રવેશ કર્યો. આ એ સમય હતો જ્યારે સ્મિતા પાટીલ અચાનક નાની વયે મૃત્યુ પામી હતી અને રાજ એકલો પડી ગયો હતો. બન્ને દુખી હતા અને એકબીજાનો સહારો પણ બન્યા. આ જોડીએ કેટલીક ફિલ્મો પણ કરી જે હિટ રહી હતી. રેખાએ રાજ બબ્બર સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ અભિનેતાએ ના પાડી દીધી અને તેમનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો. રાજે સ્મિતાના મોત બાદ બીજા લગ્ન કર્યા નથી.

આ પણ વાંચો : Jaya Bachchanએ Rekha પાસેથી માંગ્યું હતું આ એક વચન અને ત્યારથી…

પોતાનાથી નાના અભિનેતાઓ સાથે પણ જોડાયું નામ
રેખાનું નામ તેની ઉંમરના સાથે જ નહીં પણ પોતાનાથી નાના અભિનેતાઓ સાથે પણ જોડાયું હતું. તેમાંથી એક હતો નરગિસ અને સુનીલ દત્તનો પુત્ર સંજય દત્ત. 80ના દાયકામા રેખા અને સંજુ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ હતી. જોકે કહેવાય છે કે નરગિસને આ જરાય પસંદ ન હતું અને તેણે રેખાને પુરુષોને ફસાવતી ડાકણ કહી હતી. તો બીજો નાની ઉંમરનો હીરો હતો અક્ષય કુમાર. રેખાથી 13વર્ષ નાના અક્ષય સાથે ખિલાડીઓ કે ખિલાડી ફિલ્મના શૂટિંગ સમયે તેનું દિલ લાગી ગયાનું કહેવાય છે. આ સમયે અક્ષય રવિના ટંડનને ડેટ કરતો હોવાનું પણ કહેવાય છે. જોકે આ બન્નેમાંથી એકપણ સાથે અક્ષયે લગ્ન કર્યા નથી.

Credit : IB Times India

લગ્ન કર્યા પણ પતિ પણ…
કહેવાય છે કે જોડી ઉપર બનતી હોય છે અને લગભગ રેખાના જીવનમાં જોડીદાર નહીં હોય. રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા પણ મુકેશ ડિપ્રેશનનો શિકાર હોવાથી રેખા પાછી મુંબઈ આવી રહેવા લાગી હતી અને મુકેશે આત્મહત્યા કરી લેતા રેખા પર ઘણા આરોપો થયા હતા.

આ પણ વાંચો : Amitabh Bachchan નહીં પણ ત્રણ લોકોના નામનું સિંદૂર લગાવે છે Rekha…

આજે પણ રેખા એકલી છે, પરંતુ એટલી જ જાજરમાન અને સુંદર દેખાઈ છે. બે દિવસ બાદ તે તેનો 70મો જન્મદિવસ ઉજવશે ત્યારે રેખા માટે હેમંત કુમારે ગાયેલું ગીત જ યાદ આવે

જાને વો કૈસે લોગ હૈ જીનકે પ્યાર કો પ્યાર મિલા
હમને તો જબ કલિયાં માંગી કાંટો કા હાર મિલા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button