અનીત પડ્ડાની લિંક્ડઈન પ્રોફાઈલ કેમ થઈ રહી છે વાયરલ? Saiyaara girlનું ક્યું રાઝ ખૂલી ગયું? | મુંબઈ સમાચાર

અનીત પડ્ડાની લિંક્ડઈન પ્રોફાઈલ કેમ થઈ રહી છે વાયરલ? Saiyaara girlનું ક્યું રાઝ ખૂલી ગયું?

મુંબઈ: ડેબ્યૂ ફિલ્મથી જ બોલિવૂડમાં પોતાનું નામ બનાવનાર અનીત પડ્ડા આજ કાલ ચાહોકની ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. અનીત ફિલ્મ સૈયારાથી દરેક ચાહકોના દિલમાં છવાઈ ગઈ છે. મોહિત સૂરીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અનીતે અહાન પાંડે સાથે મેઈન લીડનું કામ કર્યું છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી અને દમદાર એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું છે. ‘સૈયારા’ની સફળતાએ અનીતને રાતોરાત નેશનલ ક્રશ બનાવી દીધી છે. તેમની નૈસર્ગિક સુંદરતા અને પ્રતિભાની ચર્ચા સોશિયલ મીડિયા પર ગુંજી રહી છે. આ તમામ વચ્ચે હાલ, અનીતની જૂની લિંક્ડઈન પ્રોફાઈલ વાયરલ થઈ રહી છે.

અનીત પડ્ડા માટે ‘સૈયારા’ તેમનો ત્રીજો પ્રોજેક્ટ છે. તેણે 2022માં કાજોલની ફિલ્મ ‘સલામ વેંકી’થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે વિશાલ જેઠવાની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તેઓ એમેઝોન પ્રાઇમ વિડિયોની સિરીઝ ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’માં જોવા મળ્યા. અનીતે અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે, પરંતુ ‘સૈયારા’એ તેમને ઘરે-ઘરે નવી ઓડળ અપાવી છે. તેની એક્ટિંગ અને નેચરલ ચાર્મ દર્શકોને ખૂબ પસંદ પડ્યો છે.

અનીતની વાયરલ લિંક્ડઈન પ્રોફાઈલમાંથી જાણવા મળે છે કે એક્ટિંગ કરીયર શરૂ કરતા પહેલા તેઓ એક જાણીતી કંપનીમાં ઈન્ટર્નશિપ કરી ચૂક્યા છે. અમૃતસરમાં જન્મેલી અનીતે દિલ્હી યુનિવર્સિટીના જીસસ એન્ડ મેરી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની પ્રોફાઈલ અનુસાર, તેમણે એરલાઇન કંપની વિસ્તારામાં એચઆર વિભાગમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યું હતું. આ વિગતો દર્શાવે છે કે અનીત માત્ર અભિનયમાં જ નહીં, પરંતુ શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે પણ પ્રતિભાશાળી છે.

અનીત પડ્ડા માત્ર અભિનયમાં જ નહીં, પરંતુ સિંગિંગ અને સોંગ રાઇટીંગમાં પણ માસ્ટરી ધરાવે છે. ખાસ વાત એ છે કે ‘સૈયારા’માં તેમની વાસ્તવિક પ્રતિભા દર્શાવતું જ પાત્ર ભજવ્યું હતું. આ મલ્ટીટેલેન્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ‘બ્યૂટી વિથ બ્રેઈન’નું બિરુદ આપ્યું છે. ‘સૈયારા’ની સફળતા બાદ અનીતની ફેન ફોલોઈંગ ઝડપથી વધી છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા 2.3 મિલિયન સુધી પહોંચી ગઈ છે. ચર્ચા છે કે અનીત આગામી વેબ સિરીઝમાં ફાતિમા સના શેખ સાથે જોવા મળશે.

‘સૈયારા’એ અનીત પડ્ડાને બોલિવૂડની નવી ચમકતી સ્ટાર બનાવી દીધી છે. તેમની નૈસર્ગિક સુંદરતા, એક્ટિંગ સ્કીલસ અને મલ્ટી ટેલેન્ટે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. અનીતની આ સફળતા દર્શાવે છે કે તેઓ માત્ર અભિનયમાં જ નહીં, પરંતુ સિંગિંગ અને કોર્પોરેટર ક્ષેત્રે પણ ઉમદા પ્રતિભા ધરાવે છે. ચાહકો હવે તેમના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button