રક્ષા મંત્રાલય બાદ સોનાક્ષી સિન્હાએ પણ ન્યૂઝ ચેનલ્સને આપી સલાહ, કહ્યું કે…

પહલગામ હુમલા બાદ ભારતે ઑપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન પર રીતસરનો ચોમેરથી હુમલો કર્યો છે. પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરવા સાથે પાકિસ્તાની ડ્રોનનો ખાત્મો બોલાવવાની બહાદુરી આપણું સૈન્ય બતાવી રહ્યું છે. સ્વાભાવિક છે કે યુદ્ધ સમયે દુશ્મન દેશો આપણી ગુપ્ત માહિતી જાણવાના તમામ પેંતરા આજમવતા હોય ત્યારે ઘણી ન્યૂઝ ચેનલ્સ બ્રેકિંગ ન્યૂઝ આપવાની લ્હાયમા સામેથી તેમને આ માહિતી ધરી દેતા હોય છે. તાજેતરમાં પણ આ રીતે જ ભારત-પાકિસ્તાન વચ્ચે થતાં યુદ્ધની માહિતી અમુક ચેનલોમાં પિરસાઈ રહી છે ત્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીએ ફરી એક એડવાયઝરી બહાર પાડી ટીવી ચેનલ્સને આ પ્રકારના ફૂટેજ કે કોઈપણ માહિતી શેર ન કરવા કહ્યું છે.
આ પણ વાંચો: જય હિંદ કી સેનાઃ ઑપરેશન સિંદૂરને વધાવ્યું ફિલ્મી સિતારાઓએ, સેનાને કરી સલામ…
સોનાક્ષી ભલે આ ક્ષેત્રની નથી, પરંતુ તેની વાત ખોટી નથી. ન્યૂઝ ચેનલ્સ કે દરેક પ્રસાર માધ્યમોએ યુદ્ધ સહિતની તમામ ગંભીર વિષયોની માહિતી ખૂબ જ ઝીણવટભરી અને ખરાઈ કર્યા બાદ જ આપવી જોઈએ. જેથી દુશ્મદેશનો ફાયદો ન થાય, આપણા દેશવાસીઓમાં કોઈ ભય ન ફેલાઈ અને ભારતીય સૈન્ય કોઈપણ જાતના અવરોધ વિના દુશ્મનોને ટક્કર આપી શકે.
આ પણ વાંચો: સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…
આ બધા વચ્ચે અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કૂદકો માર્યો છે. સોનાક્ષીએ એક ઈન્સ્ટા પોસ્ટ કરી છે અને તેમાં ટીવી ન્યૂઝ ચેનલ્સને મજાક ગણાવી છે. આ સાથે અપીલ કરી છે કે યુદ્ધનું કવરેજ સનસનીખેજ ખબરની જેમ બતાવવાનું બંધ કરે. સોનાક્ષીએ કહ્યું છે કે યુદ્ધના નામે નાટક કરવાનું બંધ કરો. માત્રને માત્ર વિશ્વાસપાત્ર ખબરો આપો.