તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો…? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો…?

  • આચમન – અનવર વલિયાણી

માનવી જન્મથી લઈ મૃત્યુ સુધી માત્ર એક વસ્તુની પાછળ દોડે છે છતાં આજીવન તે આ વસ્તુ હાંસલ કરી શકવા અસમર્થ નીવડતો હોય છે તે વસ્તુ છે `સુખ!’

આ પૃથ્વી પર જેણે સંપૂર્ણ સુખનો રસાસ્વાદ માણ્યો હોય તેવી વ્યક્તિ દીવો લઈને શોધવા નીકળીએ તો પણ મળવી મુશ્કેલ છે.

કોઈ વ્યક્તિને આપણે એવું કહેતા સાંભળી નથી કે, `હું સંપૂર્ણ સુખી છું!’

  • આજુબાજુના બધા જ માણસો જેને સુખી કહેતા હોય તેને પણ જો પૂછીએ તો તે પોતાને સુખી કહેવડાવવા તૈયાર હોતો નથી. દરેકે દરેકને કોઈને કોઈ બાબતનું, કોઈને કોઈ વાતનું દુ:ખ હોય છે, હોય જ છે અને હોય જ છે…!
  • આવું શા માટે?
  • શા માટે સુખની સંપૂર્ણ વ્યાખ્યા આપી શકાતી નથી?
  • તો એ પ્રશ્નનો ઉત્તર આ લખનારના અનુભવ પ્રમાણે એક જ કારણ છે અને તે એ છે કે વધુને વધુ મેળવી લેવાની મનોવૃત્તિ, અપેક્ષા, મહત્ત્વાકાંક્ષા!
  • ગાડી,
  • બંગલા,
  • નોકર-ચાકર જો મનુષ્યને સુખ અપાવી શકતું હોય તો આજનો આદમી આટલો બધો માનસિક અસંતોષી જોવા મળત ખરો?
  • હવામાં વાતો કરતો,
  • હોઠ ફફડાવતો,
  • બેચેન રહેતા લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જવાનાં કારણોમાં એક મહત્ત્વનું કારણ દરેક વાતમાં અસંતોષી રહેવું છે, એવો એક અભ્યાસથી તારણ મળે છે.
  • ઈશ્વર,
  • અલ્લાહ,
  • પ્રભુએ આપણને જે કાંઈ આપ્યું છે તે આપણી જરૂરિયાત કરતાં વધારે જ છે એવો જો માનસિક સંતોષ મેળવી શકીએ તો જ આપણે આપણી નજરમાં, સાચા અર્થમાં સુખી થઈ શકીએ. સુખ એ મનનું જ કારણ છે ને!

પ્રેરણાસ્ત્રોત:

  • દુ:ખ છે તો સુખની અનુભૂતિ કરી શકાય છે.
  • એકલું સુખ જ હોય છે અને
  • દુ:ખ હોય જ નહીં
  • તો જીવન જીવવા જેવું રહે ખરું?

બોધ:

સુખ કે સબ સાથી,
દુ:ખ મેં ના કોઈ,
મેરે રામ,
એક તેરા નામ સાચા,
દુજા ન કોઈ…!

  • બને તેટલું પરોપકારનું કામ કરો.
  • વાટના પથ્થર બનો.
  • ઈશ્વર, અલ્લાહને તેના સાચા અર્થમાં અનુસરો, તેના પયગામને, સંદેશને વાગોળતા રહો.
  • ધર્મ સંદેશને દિલો-દિમાગમાં વણી લો.
  • અને હા! પોતાની જાતને કદી પણ છેતરશો નહીં.
  • સચ્ચાઈ છૂપ નહીં શકતી બનાવટી ઉસૂલોસે,
  • ખુશ્બૂ આ નહીં આ સકતી કાગઝ કે ફૂલોસે.

આપણ વાંચો:  લખચોરાસી ન કેમ મીટે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button