ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ષટતિલા એકાદશી પર કરો આ ઉપાયો અને મેળવો ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિ

આવતીકાલે એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરીના ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ષટતિલા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે. આ સિવાય એક એવી માન્યતા પણ છે કે આ દિવસે અમુક ચોક્કસ ઉપાયો કરવાથી શ્રીહરિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. આજે અમે અહીં તમારા માટે એવા જ કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ. તમે પણ તમારી રાશિ પ્રમાણે ઉપાય કરીને ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો…

મેષ: આ રાશિના લોકોએ શતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને તેમને પીળા ચંદનનો લેપ પણ કરવો જોઈએ.


વૃષભઃ ષટતિલા એકાદશીના દિવસે વૃષભ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ નમો નારાયણાય નમઃનો જાપ કરવો જોઈએ.


મિથુનઃ મિથુન રાશિના લોકોએ આ દિવસે ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ, જેથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે.


કર્કઃ શ્રી હરિ વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે કર્ક રાશિના લોકોએ ષટતિલા એકાદશીના દિવસે ભગવાનને પીળા ફૂલ ચઢાવવા જોઈએ.


સિંહ: સિંહ રાશિના જાતકોએ ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ગોળ અર્પણ કરવો જોઈએ અને પંચામૃતનો અભિષેક કરવો જોઈએ.


કન્યા: આ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુના ખોબલે ખોબલે આશીર્વાદ મેળવવા માટે પીળું ચંદન ભગવાન વિષ્ણુને ચઢાવવું લાભળાયી રહેશે.


તુલાઃ ષટતિલા એકાદશીના પવિત્ર તહેવાર પર તુલા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુનો કાચા દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ, જેથી તેમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય.


વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન વિષ્ણુનો દહીં અને મધથી અભિષેક કરવો જોઈએ અને એની સાથે સાથે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.


ધનુ: આ રાશિના જાતકોએ ષટતિલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ, જેથી તેમની મહેર તેમના સતત વરસતી રહે.

મકરઃ મકર રાશિના લોકો માટે ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે દિવસે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો ફાયદાકરક સાબિત થઈ શકે છે.

કુંભ: આ રાશિના લોકોએ શ્રીહરિની કૃપા દ્રષ્ટિ હાંસિલ કરવા ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગોળ, ચણાની દાળ અને હળદર અર્પણ કરવી.


મીન રાશિઃ મીન રાશિના જાતકોએ ષટતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button