

મેષ રાશષિના લોકો આજે મોજથી રહી શકે તેમ છે. આજના દિવસ તેમની માટે સારા સમાચાર લાવી શકે તેમ છે. જો તમે કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાના હોવ તો આજે તમને અનુકૂળ એવા ગ્રહો બની રહ્યા છે. નોકરીમાં પણ તમને અઠવાડિયાના પહેલા જ દિવસે પ્રમોશન કે પગાર વધારાના સમાચાર બને તેવી શક્યતા છે. જોકે હા તમારા જીવનસાથી કે પ્રિયજનની તબિયતને લઈને તમારે થોડું સંભાળવું પડે તેવી શક્યતા છે. આથી બહારગામ જવાના હો તો થોડો વિચાર કરી નીકળજો.

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સંભાળીને રહેવાનો છે. કોઈપણ વાદવિવાદમાં પડશો નહીં. તમને બોલી નાખવાની આદત હોય તો આજે થોડો સંયમ રાખજો. મહિલાઓને સાસરિયામાં સમસ્યા હોય અને બોલાચાલી થાય તો સંબાળવા જેવું ખરું. કામકાજ માટે બહારગામ જવાના હો તો પહેલેથી યોગ્ય આયોજન સાથે નીકળજો. આજનો દિવસ માનસિક સ્વાસ્થ્ય માટે સંભાળવા જેવો છે. રાબેતામુજબના કામકાજ કરતા રહેજો. નવી કોઈ પાંખ ફેલાવવા જવાનું આજના દિવસ માંડી વાળો તો સારું.

મિથુન રાશિના વડીલોએ આજનો દિવસ સ્વાસ્થ્ય વધારે સંભાળવા જેવું છે. નાની લાગતી બીમારી પણ તકલીફ આપે તેમ બની શકે. નવી નોકરી શોધતા અથવા નોકરીમાં આગળ વધવા માટે યુવાનો માટે આજનો દિવસ ફળદાયી નિવડશે. તમે છેલ્લા ઘણા સમયથી જે કામ કે પ્રોજેક્ટ માટે મહેનત કરતા હો તેમાં સફળતા મળે તેવા યોગ છે. ઘણા સમય પહેલા કોઈ કામ કરી અધવચ્ચે મૂકવું પડ્યું હોય તે ફરી શરૂ થવાના પણ પૂરાં એંધાણ છે. નાણાકીય રીતે સીધો ફાયદો ન થાય તો પણ કામધંધો આગળ વધે તેવા યોગ છે.

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પાઠપૂજાનો અને ભક્તિભાવનો રહેશે. તમે કોઈ તીર્થયાત્રા પર નીકળો અથવા તો તેનું આયોજન થાય તેવું બને. આ સાથે આજના દિવસે તમારા હાથે દાનધર્મ થાય તેવું પણ બને. કોઈ ઘણા સમયથી મનમાં રહેલી ઈચ્છા ફળીભૂત થાય તેવા યોગ છે. ઘણા સમયથી અટકી પડેલા ધાર્મિક કાર્યો જો શક્ય હોય તો આજે કરજો. આજે ગાય કે શ્વાનને કંઈક ખવડાવજો જે તમારા માટે લાભદાયી નિવડશે.

તમે છેલ્લા થોડા સમયથી જે નાણાકીય બાબતોથી પરેશાન હતા તે ધીમે ધીમે હળવી થવાની શરૂઆત આજથી થશે. ધંધામાં તમારા નાણાં રોકાયા હોય અથવા ઉઘરાણી બાકી હોય કે પછી તમે કોઈને મદદરૂપે નાણા આપ્યા હોય અને ઘણા સમયથી પરત ન મળતા હોય તો તે મળવાનો યોગ છે. આ સાથે આજે સિંહ રાશિની યુવતીઓને પણ આર્થિક લાભ મળવાની શક્યતા છે. જોકે એક સાથે પૈસા મળે તો તેનો સંયમ સાથે ઉપયોગ કરવાનો રહેશે અને ખોટા ખર્ચ અને ખાસ કરીને સંબંધી-મિત્રો પાછળ ખોટ ખર્ચ કરવાનો ટાળજો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે હાશકારાવાળો રહેવાના સંકેતો છે. એવું બને કે તમે જે કામ થવાની અપેક્ષા રાખી હોય તે તો થાય, પરંતુ તમારી અપેક્ષા બહાર તમને નવું કામ, કોન્ટ્રાક્ટ મળે. આ સાથે આજનો દિવસ તમારી માટે આનંદ લઈને આવશે. આજે તમે મિત્રોને મળી શકો અથવા તો પ્રિયજનને મળી તેમની સાથે સારો સમય ગાળી શકશો. આ રાશિ માટે જીવનસાથીના યોગ પણ બની રહ્યા છે. આ સાથે તમને શરીર અને મન બન્નેના આરોગ્યમાં સકારાત્મકતા દેખાશે. માત્ર ખર્ચ કરવામાં ધ્યાન રાખજો અને લાંબો પ્રવાસ ટાળજો.

તુલા રાશિના લોકો આજના દિવસે બને તેટલા શાંત રહે તે સારું છે. કોઈ નવું કામ હાથમાં ન લેશો અને હાથમાં હોય તે કામ છોડશો નહીં. આજે તમારે કોઈ મહત્વના નિર્ણય કરવાના હોય તો ખૂબ જ શાંત ચિતે કરજો. તમારા સ્વભાવનું ઉતાવળાપણું તમને નુકસાન પહોંચાડી શકે તેમ છે. જોકે તમને પરિવારનો ઘણો સાથ મળી રહેશે. આ સાથે તમારા બાળકો તરફથી પણ તમને પૂરો સહકાર અને હૂંફ મળે રહે તેવા સંયોગો છે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સામાન્ય રહેવાનો છે. . કામના સ્થળે આજે તમારે તમારી ભૂલોથી ખાસ સાવધાનન રહેવાની જરૂર છે. તમારા ઉપરી કે સહકર્મી સાથે અનબન થવાની સંભાવના છે. નાણાકીય રીતે પણ નહીં નફો નહીં નુકસાન જેવી સ્થિતિ રહેશે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો ને શક્ય હોય તો દેવદર્શને જઈ આવજો. આ સાથે ધ્યાન ધરવાનું અને મન શાંત રાખવા બને તેટલું ઓછું બોલવાનું રાખજો. મહિલાઓ માટે આજે પરિવારમાં સામાન્ય એવો દિવસ રહેશે.

ધન રાશિના લોકો માટે આજનો દિવસ યાદગાર બની રહે તેમ બને. આજે તમે નવું ઘર, ઓફિસ ખરીદો તેવી પૂરી સંભાવના છે. આજે મહિલાઓ માટે પણ ખરીદીના યોગ છે. સંપત્તિ સાથે કામધંધમાં પણ બરકતની શરૂઆત થઈ શકે છે. ધંધામાં રોજ કરતા વધારે નાણા કમાવવાની પૂરી સંભાવના છે જ્યારે ઘર પરિવારમાં પણ કોઈ શુભ સમાચાર આવે તેવા ગ્રહો બની રહ્યા છે. લગ્ન કે સગાઈની અટકેલી વાત આગળ વધે અને શુભ ઘડી પણ જલદી આવે તેવા સંકેતો છે.

મકર રાશિના લોકો માટે આજનો દિવસ પ્રવાસનો રહેશે. તમે કાં તો પ્રવાસમાં ઉપડી જશો અને કાં તમે આજે કોઈ મોટું આયોજન કરશો. મોટે ભાગે પ્રાકૃતિક સ્થળો આસપાસ તમારો દિવસ પસાર થશે. આ સાથે આજે તમારી તબિયત પણ સારી રહેશે. જો બાળકોને નાની મોટી તકલીફ થાય તો ગભરાતા નહીં. જોકે આજના દિવસે તમારે ખર્ચ ઘણો થાય તેવી શક્યતા છે, પરંતુ આ કોઈ સારા કે તમને ગમતા કામ માટે થશે. નાણાકીય બાબતે આજે તમને કોઈ લાભ-નુકસાન નથી. નોકરી-ધંધામાં આજનો દિવસ રાબેતા મુજબનો રહેશે.

આ રાશિના લોકો માટે આજનો દિવસ માત્ર ને માત્ર આરોગ્ય સંભાળવાનો છે. ડરવાની જરૂર નથી પણ આજે તમારી કોઈ સામાન્ય લાગતી બીમારી ઉથલો મારે કે તમને નાની લાગતી સમસ્યા મોટી બને તેવી શક્યતા છે. ડાયાબિટિસ-બીપીના દરદીઓએ ખાસ સંબાળવાની જરૂર છે. મોટી ઉંમરના લોકો બને તો ઘરમાં જ રહે. આજે બીમારી તરફ દુર્લક્ષ ન કરશો. જોકે આ યોગ લાંબા સમય માટે નથી, પરંતુ શરીરની દરકાર કરવાનું ચૂકતા નહીં.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ જેવો રહેશે. આજે તમને નાણાકીય લાભ થવાનો છે. તમે ઘણા સમયથી કોઈ મોટી વસ્તુ ખરીદવાની ઈચ્છા કરી હોય તે પૂરી થવાની સંભાવના છે. આ સાથે તમને તમારા કામ માટે વાહવાહી મળવાના પણ યોગ છે. જોકે આ સાથે આજે તમારી નજીકની વ્યક્તિ કામધંધા અર્થે કે બીજા કારણે દૂર જતી રહે તેવી સંબાવના પણ છે. તમારા દીકરા-દીકરીને કામ મળે તેવા યોગ છે. મોટી ઉંમરના લોકોને સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાનો મોકો મળે તેવી સંભાવના છે. યુવાનોએ આજે હાથમાં આવેલી તક ગુમાવવી નહીં. જો તમે નોકરી-ધંધા માટે મહેનત કરતા હો તો આજે જે મળે તેનાથી સંતોષ રાખજો અને શરૂઆત કરી નાખજો.