મેષઃ
મષે રાશિના લોકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ સાબિત થવાનો છે. સર્જનાત્મક કાર્યમાં જોડાવવાની તક મળશે. આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમને નજીકના લોકો તરફથી પૂરતો સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે અને તે તમારાથી નારાજ થઈ શકે છે. જીવનસાથીને મનાવવાના તમામ પ્રયાસો કરવા પડશે. આજે કામના સ્થળે વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભા કરવાના પ્રયાસો કરશે. તમે તમારા બાળકોને આપેલા કોઈપણ વચનને તમે પૂર્ણ કરશો. કયા નવા કામમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે?
વૃષભઃ
વૃષભ રાશિના જે લોકો પોતાની કારકિર્દીને લઈને ચિંતિત છે એ લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે કોઈ પણ કામ કરતી વખતે નિયમોનું ખાસ પાલન કરો, નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. નોકરી અને કરિયરને લઈને ચિંતિત લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે વડીલો સાથે વાત કરતી વખતે વાણીમાં નમ્રતા જાળવી રાખો. જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા હતા, તેમની ઈચ્છા પણ પૂરી થશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે.
મિથુનઃ
મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમને તમારા મન પ્રમાણેના લાભ અને અને ફાયદા થવાને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. જો તમે તમારા મિત્રો પાસેથી કોઈ મદદ માંગશો, તો તમને તે મદદ સરળતાથી મળી જશે. કાર્યક્ષેત્રમાં તમને તમારી ઈચ્છા મુજબ લાભ મળી શકે છે. તમારું મનપસંદ કામ મળવાથી તમે ખુશ થશો. તમારી પ્રગતિને કારણે તમારા પરિવારના સભ્યોની ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારા માટે નાની પાર્ટીનું પણ આયોજન થઈ શકે છે.
કર્કઃ
કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારા મનમાં પ્રેમ અને સ્નેહની ભાવના જળવાઈ રહેશે. તમે તમારી દિનચર્યા જાળવી રાખવાનો પ્રયાસ કરશો. વડીલ તરફથી આજે તમને સાથ અને સહકાર મળી રહ્યો છે. આજે તમે કામના સ્થળે કોઈ ભૂલ કરસો અને ત્યાર બાદ એના માટે તમે ઉપરી અધિકારી પાસે એના માટે માફી માગશો. ધાર્મિક કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. પૈસા સંબંધિત કોઈ પણ કામમાં સાવચેતી રાખવી, નહીંતર પછીથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
સિંહઃ
આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો લાવવામાં નિમિત્ત બનશે. આજે કોઈ પણ કામ કરતાં પહેલાં નીતિ-નિયમોનું ખાસ ધ્યાન રાખો, નહીંતર મુશ્કેલી પડી શકે છે. આજે તમને કોઈ સારા સમાચાર મળે છે તો તેને તરત જ લોકોને જણાવવાનું ટાળો. બિઝનેસમાં આજે તમારા કામ અટકી શકે છે. આજે તમને જન કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે. સંજોગો અને પરિસ્થિતિ તમારા તરફેણમાં રહેશે. લેવડ-દેવડની બાબતોમાં સાવધાની રાખવી પડશે. આજે તમારે તમારા વિચારો લોકો સામે રજૂ કરી શકશો.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે સારો રહેવાનો છે. આજે તમે ઘરમાં અને બહાર લોકોનો વિશ્વાસ જિતવામાં સફળ રહેશો. ભાગીદારીમાં આજે કોઈ પણ કામ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરિવારના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. કામના સ્થળે સારું કામ કરવાને કારણે તમારી ઈમેજ વધુ સારી બનશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં બેદરકારી દાખવવાનું ટાળો, નહીંતર સમસ્યા પેદા થઈ શકે છે. જો કોઈ નવું કામ કરવાની યોજના બનાવી રહ્યા છો તો એ માટે દિવસ ખૂબ જ સારો છે. માતૃપક્ષે આર્થિક લાભ થઈ રહ્યો છે.
તુલાઃ
તુલા રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે મિત્રો તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે. આજે નિર્ણય લેવાની તમારી ક્ષમતા પૂર્ણપણે ખિલી ઉઠશે. કામના સ્થળે આજે તમે તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવાના તમામ પ્રયાસો કરશો. મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. જો તમે પરિવારના કોઈ સદસ્યને વચન આપ્યું છે, તો તમારે તેને સમયસર પૂરું કરવું પડશે. તમને તમારા બાળકો તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે, જે તમને પરેશાન કરી દેશે.
વૃશ્ચિકઃ
આજનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ પડકારજનક સાબિત થવાનો છે. આજે કામના સ્થળે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે ડરશો નહીં. વેપાર સંબંધિત બાબતોમાં તમે સારું પ્રદર્શન કરશો. તમને તમારી મહેનત અને સમર્પણનું સંપૂર્ણ ફળ મળશે. તમે તમારા મનની કોઈ ઈચ્છા વિશે કોઈ સહકર્મી સાથે વાત કરી શકો છો. આજે તમારા કોઈ સંબંધી તમારી પાસેથી પૈસા ઉધાર માંગી શકે છે અને તમે એમને પૈસા આપશો પણ. પરિવારના કોઈ સંબંધી પાસેથી આજે તમને ભેટ મળી શકે છે.
ધનઃ
ધન રાશિના લોકો માટે આજનો દિવસ કામના સ્થળે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમારું અંગત પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. તમે આજે મોટાભાગનો સમય રચનાત્મક કાર્યમાં પસાર કરશો. મિત્રો સાથે કેટલીક સુખદ ક્ષણો વિતાવશો. જો તમને બિઝનેસમાં કોઈ કામની ચિંતા હતી તો તે ચિંતા પણ દૂર થઈ જશે. નોકરી શોધી રહેલા લોકોને પણ સારી તક મળી શકે છે. તમારા મનમાં પ્રેમ અને લાગણી જળવાઈ રહેશે. તમે કેટલાક નવા લોકોને મળવામાં પણ સફળ થશો.
મકરઃ
આજનો દિવસ તમારા માટે તમારી બુદ્ધિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા માટેનો દિવસ રહેશે. પારિવારિક બાબતો તમારા પક્ષમાં રહેશે. વડીલો સાથે માન-સન્માન જાળવી રાખો. તમે ભાવનાત્મક મુદ્દાઓ પર એકતરફી દૃષ્ટિકોણ રાખશો, જે લડાઈ તરફ દોરી શકે છે. મહત્વના કામમાં ઢીલ ન રાખો, નહીં તો સમસ્યાઓ થશે. પારિવારિક જીવન આનંદમય રહેશે. તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થતો જણાય. તમારું કોઈપણ કાર્ય પૂર્ણ ન થવાને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે.
કુંભઃ
કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમારા પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ ચાલી રહ્યો છે, તો તમારે તેને ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરવા પડશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. નાણાકીય બાબતો તમારા પક્ષમાં રહેશે. તમે વ્યક્તિગત અને સામૂહિક સિદ્ધિઓનો ભાગ બનશો. જો કાર્યસ્થળ પર કોઈ વિવાદાસ્પદ સ્થિતિ ઉભી થાય તો તમારે તમારી વાત લોકોની સામે રજૂ કરવી જોઈએ, નહીં તો તમે જૂઠા ગણાઈ શકો છો.
મીનઃ
મીન રાશિના લોકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો સાબિત થવાનો છે. એટલું જ નહીં પણ આજનો દિવસ આ રાશિના લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સુવિધાઓમાં વધારો લાવશે. આજે તમારી રચનાત્મકતામાં વૃદ્ધિ થઈ રહી છે. આજે તમે કામના સ્થળે વધુ સારું પ્રદર્શન કરશો. બિઝનેસ પ્લાનમાં આજે સફળતા મળી રહી છે. આજે તમારે વડીલો પ્રત્યેનું માન-સન્માન જાળવી રાખવું પડશે. પરિવારમાં કોઈ શુભ અને સારા કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે.