મેષઃ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો બિઝી રહેશે. કોઈ જગ્યાએ નવેસરથી રોકાણ કરવાથી આજે બચો, કારણ કે એને કારણે નુકસાન થવાની શક્યતા રહેલી છે. જોકે, વ્યવસાયમાં, એક પછી એક ડીલ ફાઇનલ થશે, જે તમારી ખુશીનું કારણ બનશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે, તો તમે તેને પૂર્ણ કરવામાં ઘણી હદ સુધી સફળ થશો. આજે માતા-પિતાના આશિર્વાદથી તમારું કોઈ પણ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે.
વૃષભઃ
વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમને પારિવારિક સમસ્યાઓ સતાવી શકે છે. તમારા કેટલાક નિર્ણયો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કામના સ્થળે તમારી કોઈ ભૂલને કારણે સજા થઈ શકે છે. આજે તમે દિલથી લોકો માટે સારું વિચારશો પણ લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે. નવું વાહન ખરીદવાનું તમારું સપનું આજે પૂરું થઈ રહ્યું છે. તમારા કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખો, નહીંતર એ ખોવાઈ શકે છે.
મિથુનઃ
મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક બાબતો માટે સારો રહેવાનો છે. બિઝનેસમાં આજે અચાનક ફાયદો થઈ શકે છે જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારી આર્થિક સ્થિતિમાં પહેલાં કરતાં વધારે સુધારો જોવા મળશે. લાંબા સમયથી અટકી પડેલાં કામને લઈને આજે તમે થોડા ચિંતિત રહેશો. પરિવારમાં આજે કોઈ શુભ કે સારા પ્રસંગનું આયોજન થઈ શકે છે. તમે તમારા જીવનસાથી માટે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીંતર પૈસા પાછા આવવાની શક્યતા નહીંવત છે.
કર્કઃ
આ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેવાનો છે. આજે પાર્ટનરશિપમાં કરેલાં કોઈ પણ કામમાં તમને ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ ફરવા જાવ ત્યારે તમારા કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખો, નહીંતર તે ખોવાઈ જવાની અને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે માન-સન્માન મળી રહ્યું છે. આજે કોઈ વડીલ સાથે નવા સોદાની ચર્ચા કરવી પડશે, તો જ તેમાં તમને ફાયદો થઈ રહ્યો છે. પરિવારના કોઈ સભ્ય તરફથી આજે તમને સારી ભેટ મળી શકે છે.
સિંહઃ
સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રીત ફળદાયી રહેવાનો છે. વેપાર કરનારા લોકોને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. જો તમે કોઈ ફેરફાર કરો છો, તો તે તમારા માટે પણ સારું રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કોઈ તેમના કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી શકે છે. જો તમે કોઈ કામ ભાગ્ય પર છોડી દો છો, તો તમને તેમાં સફળતા નહીં મળે. લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારી કોઈ પણ ભૂલ આજે તમારા પરિવારના લોકો સામે આવી શકે છે, જેને કારણે તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
કન્યાઃ
કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેવાનો છે. આજે વાહન ચલાવતી વખતે ખૂબ જ કાળજી રાખવાનો છે. આજે તમે લાંબા અંતરના પ્રવાસ પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. કામના સ્થળે આજે કોઈ પણ વાદ-વિવાદમાં પડવાનું ટાળવું પડશે. પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો અને કોઈએ જે કહ્યું છે તેનાથી તમારે વિચલિત થવું જોઈએ નહીં, અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય. આજે તમારે તમારી સ્ત્રી મિત્રથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.
તુલાઃ
આજનો દિવસ તમારા માટે કંઈક વિશેષ કરવાનો રહેશે. નોકરીની શોધમાં અહીં-ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે. જો કોઈ સભ્યની તબિયત બગડતી હોય તો તે દૂર થઈ જશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળતી જણાય છે. તમારા બાળકના જીવનમાં આવનારી સમસ્યાઓથી તમને રાહત મળશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે તમે તમારા લાઈફપાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો અને જો તમારા મનમાં કોઈ વાત છુપાયેલી હોય તો તે આજે પરિવારના સભ્યોની સામે આવી શકે છે. નોકરીમાં તમને સારી સ્થિતિ મળી શકે છે અને તમારે પૈસા સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી પડશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. આજે તમારી મુલાકાત જૂના મિત્રો સાથે તઈ શકે છે. તમને કોઈ જૂની યોજનાનો પણ સારો એવો લાભ મળી રહ્યો છે.
ધન:
આજનો દિવસ તમારા માટે વ્યવસાયની દ્રષ્ટિએ નબળો રહેવાનો છે. તમે ઉતાર-ચઢાવના કારણે પરેશાન રહેશો. તમને કોઈ કામ કરવામાં પણ ઓછું મન થશે. તમારી શારીરિક સમસ્યાઓ ફરી ઉભી થઈ શકે છે. આજે તમે તમારું દેવું સરળતાથી ચૂકવી શકશો. કેટલાક વિવાદને કારણે તમારે તમારા સહકર્મીઓની મદદ લેવી પડી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ કામ માટે ટૂંકા અંતરની યાત્રા પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે.
મકરઃ
આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમને એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના કારણે તમારું મન પરેશાન રહેશે અને કાર્યસ્થળમાં કોઈ ભૂલને કારણે તમારે તમારા ઉપરી અધિકારીઓની નિંદાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા મનની કોઈપણ ઇચ્છા વિશે તમારા માતાપિતા સાથે વાત કરી શકો છો. તમે તમારા બાળકો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો.
કુંભઃ
આજનો દિવસ તમારા માટે સાવધાની અને સાવચેતી રાખવાનો રહેશે. કામના સ્થળે આજે વિશેષ સાવધાની રાખો, નહીંતર તમારા પર કોઈ ખોટા આરોપ લગાવવાની પૂરેપૂરી શક્યતા છે. તમારે કોઈ અજાણ્યા વ્યક્તિને મળીને રોકાણ કરવાનું ટાળવું પડશે. તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે આવી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. માતા-પિતા અને વડીલોના આશિર્વાદથી અટકી પડેલું કોઈ કામ પૂરું થઈ શકે છે.
મીનઃ
મીન રાશિના લોકો માટે આજનો દિવસ કંઈક નવું કામ કરી દેખાડવા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો અને તમે એના માટે પુષ્કળ મહેનત કરશો. બિઝનેસ માટે આજે તમે લાંબા અંતરની યાત્રા પર જવાની તક મળી શકે છે. નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે, તો જ તેઓ પરીક્ષામાં જીત મેળવી શકશે. આજે તમારે તમારા વિરોધીઓની વાતથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે.