ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (07-01-24): કર્ક અને ધન રાશિના લોકોને Work Place પર આજે મળશે Promotion

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થઈ રહ્યો છે. આજે કોઈ સંબંધીના ઘરે ધાર્મિક કામ માટે જઈ શકો છો. આજે તમારી વાણીમાં રહેલી મિઠાશને કારણે મિત્રોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિવારના કોઈ સભ્યને આજે તમે કોઈ સલાહ આપશો તો તે ચોક્કસ તમારી સલાહને અમલમાં મુકશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીંતર તે ખોટા રસ્તે આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જો કોઈ મુશ્કેલી પડી રહી હશે તો આજે એમાં રાહત મળતી જણાઈ રહી છે.

આ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આજે તમારા કેટલાક અટકી પડેલાં કામો પૂરા થઈ રહ્યા છે. વેપારમાં આજે કોઈની પણ સાથે ભાગીદારીમાં પડવાનું ટાળો, નહીંતર નુકસાન થવાની શક્યતા છે. આજે તમારી પ્રગતિ જોઈને કેટલાક નવા વિરોધીઓ ઊભા થશે, જે પહેલાં તમારા મિત્ર હતા. સંતાનોને આજે કંઈ પણ કહેશો તો એને તમારી વાતનું ખરાબ લાગી શકે છે. જીવનસાથી સાથે આજે ડિનર ડેટ પર જવાનું વિચારી શકો છો. આજે તમે તમારી આવકનો અમુક હિસ્સો ચેરિટી માટે ઉપયોગમાં લેશો.

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ લાંબી મુસાફરી પર જવા માટે એકદમ અનુકૂળ રહેશે. આજે લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. જો તમે પહેલાં કોઈ રોકાણ કર્યું હતું તો આજે તમારા માટે એ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. વેપારમાં આજે કોઈ પણ જોખમ લેવાનું ટાળો. આજે મિત્રની તબિયત બગડતાં તમારે એને આર્થિક મદદ કરવા માટે ભાગદોડ કરવી પડશે. પરિવારના સભ્યની કોઈ વાત આજે તમને ખોટી કે ખરાબ લાગી શકે છે.

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી સાબિત થશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે તેમના ઉપરી અધિકારી સાથે તાલમેળ જાળવીને આગળ વધવું પડશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કામના સ્થળે તમે તમારી પ્રતિભાના જોરે આજે સારું પ્રદર્શન કરશો અને એને કારણે પ્રમોશન પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં પણ રસ લઈ શકે છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની પદ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થશે.

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રવાસ કે પિકનીક પર જવાનો રહેશે. માતા-પિતા સાથે પણ કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. કામના સ્થળે તમે આપેલા સૂચનોનું સ્વાગત કરવામાં આવશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે બિઝનેસ માટે કોઈ ટૂંકી યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધ રહો, નહીંતર અકસ્માત થઈ શકે છે. આજે તમે જીવનસાથી માટે કોઈ ભેટ લઈ શકો છો, જેને કારણે તમારી વચ્ચેનો પ્રેમ વધશે.

કન્યા રાશિના લોકોએ આજનો દિવસ દિનચર્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનું ટાળવું. જો તમે ફેરફાર કરો છો, તો તમારું ઘણું કામ વિલંબમાં પડી શકે છે. તમે તમારા વિઘટિત થતા વ્યવસાયનું સંચાલન કરવા માટે દિવસ દરમિયાન ઘણો સમય પસાર કરશો. જો તમે તમારા બાળકને કોઈ વચન આપ્યું છે, તો તમારે તેને પૂર્ણ કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. તમારે તમારા સાસરિયામાંથી કોઈની સાથે કોઈ કામ શરૂ ન કરવું જોઈએ, નહીં તો તમારા પરસ્પર સંબંધો બગડી શકે છે. કોઈપણ કાર્ય સમય પર પૂર્ણ ન થવાને કારણે માતા તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમારે તમારા કામ પૂરા કરવા માટે ઘણી મહેનત કરવી પડશે.

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચથી ભરપૂર રહેવાનો છે. આજે તમારા વધતા ખર્ચ તમને પરેશાન કરી શકે છે, એટલે તમારે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. સંતાનની કોઈપણ પરીક્ષાના પરિણામને કારણે આજે વાતાવરણ ખુશનુમા રહેશે. પરિવારના કોઈ સભ્યને નિવૃત્તિ મળી શકે છે. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. આજે વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક લાભ કરાવી રહ્યો છે. મકાન, દુકાન વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમારા દિલની ઈચ્છા પૂરી થવાથી તમે પરિવારમાં કોઈ પૂજા, ભજન, કીર્તન વગેરેનું આયોજન કરી શકો છો. જો ભાઈ-બહેનો સાથે કોઈ મુદ્દે નારાજગી હતી, તો તે પણ દૂર થશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરી શકે છે. વિદેશમાં વેપાર કરી રહેલાં લોકોએ આજે કોઈ પણ ડીલ ફાઈનલ કરતાં પહેલાં ખાસ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે નહીંતર પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે.

ધન રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા દ્વારો ખોલી રહ્યો છે. ભાગ્યને પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો એમાં સફળતા તમારા કદમ ચૂમશે. પાર્ટનરશિપમાં આજે કોઈ પણ કામ કરવાનું ટાળવું જોઈએ. સંતાન આજે કોઈ સ્પર્ધામાં ભાગ લેશે તો તેમાં સફળતા મળવાના ચાન્સિસ છે. જીવનસાથી સાથે આજે ખૂબ જ સાવધાની રાખીને વાત કરો. વિદ્યાર્થીઓ સરકારી સ્પર્ધાત્મક પરિક્ષા માટે પ્રયાસ કરી રહ્યા હશે તો દિવસ અનુકૂળ છે. આજે કામને કારણે અચાનક યાત્રા પર જવું પડશે.

મકર રાશિના લોકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કોઈ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે. આજે તમારે તમારી માતાને આપેલું વચન પૂરું કરવું પડશે. સંતાનો સાથે આજે મોજ-મસ્તીમાં થોડો સમય પસાર કરશો, જેને કારણે તણાવ દૂર થઈ જશે. આજે તમે તમારા વૈભવી જીવનમાં વધારો કરશો. આવકમાં પણ પહેલાની સરખામણીએ ખૂબ વધારો જોવા મળશે. પ્રોપર્ટી ખરીદવા કે વેચવાની યોજના બનાવી શકો છો.

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં ખૂબ જ સારો રહેવાનો છે. બેંક, વ્યક્તિ કે કોઈ સંસ્થા પાસેથી બિઝનેસ માટે પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આજે તમને એ સરળતાથી મળી જશે. ભૂતકાળની કેટલીક ભૂલો તમારી સામે આવી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં આવી રહેલી સમસ્યા માટે આજે તમને કોઈ વરિષ્ઠની સલાહ લેવી પડશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં આજે વધારો થઈ રહ્યો છે. આજે કોઈને પણ વાતમાં આવી જવાનું ટાળો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવી રહ્યો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોનું વર્ચસ્વ જળવાઈ રહેશે અને લોકોનું સમર્થન મળશે. પરિવારના લોકોને આજે તમારી કોઈ વાત ખરાબ કે ખોટી લાગી શકે છે એટલે સમજી-વિચારીને બોલવાનું રાખો. આજે તમે કોઈને પણ પૂછ્યા વિના કે વગર પૂછ્યે સલાહ આપશો તો તેને કારણે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. પરિવારના સભ્યો સાથે વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button