[ { "@context": "https://schema.org/", "@graph": [ { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Live News", "url": "https://bombaysamachar.com/live-news" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Latest News", "url": "https://bombaysamachar.com/latest-news" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Top Stories", "url": "https://bombaysamachar.com/top-stories" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Mumbai", "url": "https://bombaysamachar.com/category/mumbai" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "International", "url": "https://bombaysamachar.com/category/international" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "National", "url": "https://bombaysamachar.com/category/national" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Sports", "url": "https://bombaysamachar.com/category/sports" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Entertainment", "url": "https://bombaysamachar.com/category/entertainment" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Business", "url": "https://bombaysamachar.com/category/business" }, { "@context": "https://schema.org/", "@type": "SiteNavigationElement", "@id": "https://bombaysamachar.com#Sitelink Menu", "name": "Photo Gallery", "url": "https://bombaysamachar.com/photos" } ] }, { "@context": "https://schema.org/", "@type": "WebSite", "@id": "https://bombaysamachar.com#website", "headline": "The Bombay Samachar", "name": "The Bombay Samachar", "description": "The Bombay Samachar, Asia's oldest running newspaper. Get the latest news from Mumbai, India, and around the world.", "url": "https://bombaysamachar.com", "potentialAction": { "@type": "SearchAction", "target": "https://bombaysamachar.com/?s={search_term_string}", "query-input": "required name=search_term_string" } }, { "@context": "https://schema.org/", "@type": "NewsMediaOrganization", "@id": "https://bombaysamachar.com#Organization", "name": "The Bombay Samachar", "url": "https://bombaysamachar.com/", "sameAs": [ "https://www.facebook.com/bombaysamacharnewspaper", "https://twitter.com/bombaysamachar", "https://www.instagram.com/bombaysamachar" ], "legalName": "The Bombay Samachar Pvt. Ltd.", "logo": { "@type": "ImageObject", "url": "https://bombaysamachar.com/your-logo.png", "width": "400", "height": "60" }, "contactPoint": [ { "@type": "ContactPoint", "contactType": "editorial", "telephone": "+912222045582", "url": "https://bombaysamachar.com/article/contact-us" }, { "@type": "ContactPoint", "contactType": "customer service", "telephone": "+912222045533", "email": "gm.samachar@gmail.com" } ], "address": { "@type": "PostalAddress", "streetAddress": "Red House, Sayed Abdulla Brelvi Road, Horniman Circle, Fort", "addressLocality": "Mumbai", "addressRegion": "Maharashtra", "postalCode": "400001", "addressCountry": "IN" }, "foundingDate": "1822" } ] આજે રવિ પ્રદોષ : કરો આટલી વિધી જેથી પ્રાપ્ત થશે ભગવાન શંકરની કૃપા ….. | મુંબઈ સમાચાર
ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

આજે રવિ પ્રદોષ : કરો આટલી વિધી જેથી પ્રાપ્ત થશે ભગવાન શંકરની કૃપા …..

Ravi Pradosh Vrat 2024 : આજે પ્રદોષ વ્રત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રદોષ વ્રત રાખવાની અને ત્રયોદશીની સાંજે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. અઠવાડિયાના સાત દિવસોમાં જે દિવસે પ્રદોષ વ્રત આવે છે તેના પરથી પ્રદોષનું નામ રાખવામાં આવ્યું છે. જેમ સોમવારે આવતું પ્રદોષ વ્રત સોમ પ્રદોષ કહેવાય છે, મંગળવારે આવતું પ્રદોષ વ્રત ભૌમ પ્રદોષ કહેવાય છે, તેવી જ રીતે રવિવારે પડતું પ્રદોષ રવિ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ કાળમાં આ જ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ રીતે જે વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરે છે અને પ્રદોષ વ્રત રાખે છે તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત તેને ઘણી બધી સગવડો અને સુવિધાઓ મળે છે.

તમારા પરિવારના સભ્યોની સમૃદ્ધિ અને પ્રગતિ માટે…
આજે સ્નાન વગેરે કર્યા પછી, શિવ મંદિરમાં જાઓ અને સૌથી પહેલા શિવલિંગને શુદ્ધ જળ અર્પિત કરો અને ધૂપ વગેરેથી ભગવાનની પૂજા કરો. જો શક્ય હોય તો, સાંજે ફરીથી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરી અને શિવ મંદિરમાં જાઓ. જો તમે ફરીથી સ્નાન કરી શકતા નથી, તો ફક્ત તમારા હાથ-પગ ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની અગરબત્તી વગેરેથી પૂજા કરો. જો તમારા માટે બંને સમયે મંદિરમાં જઈને પૂજા કરવી શક્ય ન હોય તો સાંજના સમયે જ મંદિરમાં જઈને શિવની પૂજા કરો.

સારા સ્વાસ્થ્ય અને સારા જીવન માટે…
આજે સ્નાન વગેરે કર્યા પછી, તમારા ઘરની નજીકના કોઈપણ શિવ મંદિરમાં જાઓ અને ત્યાં ગયા પછી, શુદ્ધ જળમાં દૂધ અને ગંગાજળના થોડા ટીપાં નાખીને શિવલિંગને અર્પણ કરો. તેમજ તમારા સારા સ્વાસ્થ્ય અને સારા જીવન માટે ભગવાનને પ્રાર્થના કરો.

જો લાંબા સમયથી કોઈ કારણસર તમારી પસંદગીના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે તો તેને દૂર કરવા માટે…
આજે સ્નાન કરીને ભગવાન શિવને પ્રણામ કરો અને તેમની સામે આસન પર બેસી જાઓ. ત્યારબાદ ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો 11 વાર જાપ કરો. જાપ પૂર્ણ થયા પછી ભગવાનને પુષ્પ ચઢાવો. આજે આમ કરવાથી તમારા ઈચ્છિત લગ્નના માર્ગમાં આવતી તમામ અડચણો જલ્દી દૂર થઈ જશે.

જો તમે સરકારી નોકરીમાં કામ કરી રહ્યા છો અને ઘણા સમયથી તમારું પ્રમોશન અટવાયું છે તો નોકરીમાં જલ્દી પ્રમોશન મેળવવા માટે
આજે પ્રદોષ વ્રતના દિવસે સવા કિલો આખા ચોખા લો. હવે તેમાંથી થોડા ચોખા શિવ મંદિરમાં અર્પણ કરો અને બાકીના જરૂરિયાતમંદને આપો. આજે આ ઉપાયો કરવાથી તમને જલ્દી જ નોકરીમાં પ્રમોશન મળશે.

જો તમે તમારા લગ્ન જીવનને ખુશાલીભર્યું બનાવવા માંગો છો તો…
આજે જ સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં જઈને જળમાં ગાયના દૂધના થોડા ટીપાઓ ઉમેરી શિવલિંગ પર ચઢાવો. આ પછી “ઓમ નમઃ શિવાય” શિવ મંત્રનો 21 વાર જાપ કરો. જાપ પૂર્ણ કર્યા પછી, તમારા લગ્ન જીવનને સુખી રાખવા માટે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો.

માનસિક શાંતિ મેળવવા અને તમારી અંદર સકારાત્મક ઉર્જા વધારવા માટે…
આજે ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્રની સામે આસન પર બેસી જાઓ. મૂર્તિની સ્થાપના અને આસન મૂકતી વખતે ધ્યાન રાખો કે આસન પર બેસતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને ભગવાનની મૂર્તિ તમારી સામે બરાબર હોવી જોઈએ. આ રીતે, બધું બરાબર ગોઠવાઈ ગયા પછી, ઊંડો શ્વાસ લઈને, ઉંચા અવાજે 11 વાર ‘ઓમ’ શબ્દનો ઉચ્ચાર કરો.

જો તમે વિરોધીઓને હરાવવા અને કેસ જીતવા માંગતા હોવ તો…
આજે જ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર ધતુરા ચઢાવો. સાથે જ ભગવાન શિવના “ઓમ નમઃ શિવાય” મંત્રનો 108 વાર જાપ કરો. આજે આ મંત્રનો જાપ કરવાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો અને કેસ પણ જીતશો.

જો તમે તમારી પસંદનું જીવનસાથી મેળવવા ઈચ્છો છો અથવા તો તમે પહેલાથી જ પરિણીત છો, પરંતુ તેમાં બિલકુલ પ્રેમ નથી, તો પ્રેમ સ્થાપિત કરવા માટે…
આજે તમે થોડું કેસર અને થોડાં ફૂલ જળમાં નાખીને શિવલિંગને અર્પણ કરો. આજે આમ કરવાથી તમને તમારી પસંદનો જીવનસાથી મળશે અને જો તમે પહેલાથી જ પરિણીત છો તો તમારા બંને વચ્ચે પ્રેમ વધશે.

જો તમે તમારો બિઝનેસ વધારવા માંગતા હોવ તો…
આજે જ રંગોળી માટે પાંચ અલગ-અલગ રંગો લો અને સાંજે શિવ મંદિરમાં જાઓ અને તે રંગોથી નાની ગોળ આકારની રંગોળી બનાવો. હવે આ રંગોળીની મધ્યમાં ઘીનો દીવો પ્રગટાવો અને તમારા વેપારની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો.

જો તમે લોનના હપ્તાથી પરેશાન છો, તો દેવાથી મુક્તિ મેળવવા અને તમારી આર્થિક બાજુને મજબૂત કરવા માટે…
આજે ભગવાન શિવ અને માતા પાર્વતીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને થોડી મીઠાઈઓ ચઢાવો. આજે આમ કરવાથી તમને જલ્દી જ લોનના હપ્તામાંથી રાહત મળશે અને તમારી આર્થિક બાજુ પણ મજબૂત થશે.

જો તમને હમેશા કોઈ ને કોઈ વાતનો ડર રહેતો હોય તો તેનાથી બચવા માટે…
આજે રેતી, રાય,ગોળ અને માખણ મિક્સ કરીને શિવલિંગ બનાવો અને તમામ વિધિઓ સાથે તેની પૂજા કરો. બાદમાં રેતી અને રાખથી બનેલા શિવલિંગને સ્વચ્છ વહેતા પાણીના સ્ત્રોતમાં પ્રવાહિત કરો. આજે આવું કરવાથી તમે ક્યારેય કોઈ વાતથી ડરશો નહીં અને તમારી અંદર એક નવી ઉર્જાનો અનુભવ કરશો.

જો કોઈની ખરાબ નજરથી તમારા ઘરની સુખ-સમૃદ્ધિ પર અસર પડી હોય તો…
આજે જ તમારા હાથમાં જવનો લોટ લઈને ભગવાન શંકરના ચરણ સ્પર્શ કરો જેથી તમારા ઘરને તે ખરાબ નજરથી બચાવવામાં આવે. બાદમાં, તે જવના લોટમાંથી રોટલી બનાવો અને તેને ગાય અથવા બળદને ખવડાવો. આજે આવું કરવાથી તમારા ઘરની સુખ-સમૃદ્ધિ પર કોઈની અસર નહીં પડે.

સંબંધિત લેખો

Back to top button