જ્યોતિષ શાસ્ત્રમાં માનનાલા લોકોને એ વાત તો ખૂબ જ સારી રીતેથી ખબર હોય છે કે ગ્રહો દર થોડા સમયે ગોચર કરીને શુભ-અશુભ યોગોનું નિર્માણ કરે છે અને એની અસર આપણા જીવન પર જોવા મળે છે. હાલમાં મા આદ્યશક્તિના પાવન પર્વની ઊજવણી કરાઈ રહી છે અને તમારી જાણ માટે કે નવરાત્રિમાં 9 દુર્લભ યોગ બની રહ્યા છે અને આ યોગ 100-200 નહીં પણ પૂરા 400 વર્ષ બાદ બની રહ્યા છે.
આ નવ યોગની વાત કરીએ તો 15મી ઓક્ટોબરના પદ્મ અને બુધાદિત્ય યોગ રચાયો અને એ જ દિવસે ચિત્રા નક્ષત્રનો સંયોગ પણ થયો હતો. એના બીજા જ દિવસે એટલે કે 16મી ઓક્ટોબરના છત્ર યોગ અને સ્વાતિ નક્ષત્ર હતા. આ ઉપરાંત આ દિવસે પ્રીતિ, આયુષ્યમાન અને શ્રીવાત્સ્ય યોગ પણ બની રહ્યા છે.
આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે એટલેકે 18મી ઓક્ટોબરના સર્વાર્થ સિદ્ધિ અને અમૃત યોગ બની રહ્યા છે. ત્યાર બાદ 20મી ઓક્ટોબરના રવિ યોગ અને 21મી ઓક્ટોબરના ત્રિપુષ્કર યોગ, 24મી ઓક્ટોબરના રોજ અમૃતકાળ અને વૃદ્ધિ યોગ પણ બની રહ્યો છે.
આ તમામ યોગોનો પ્રભાવ 12-12 રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ તો એવી છે કે જેમને આ સમયગાળમાં દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. આવો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મકર રાશિના જાતકો માટે આ 9 દુર્લભ યોગનું એક સાથે બનવું એ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ સાથે જ તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. કામકાજમાં પ્રગતિ થશે. નોકરીયાતોની કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. જેનાથી તેમને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. ધનલાભ થઈ શકે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે સારી સફળતા મળી રહ્યા છે.
નવ શુભ યોગનું નિર્માણ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થવા જઈ રહ્યો છે. આ સમય પરિણીત લોકોના જીવનસાથી સાથે સંબંધ મધુર થશે. આ સાથે જ જીવનસાથીને તમારો સહયોગ મળશે. નોકરીયાતોને આ દરમિયાન કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદ મળી શકે છે. આ સાથે જ તમે સામાજિક રીતે પણ લોકોની વચ્ચે સારા એવા લોકપ્રિય રહેશો. આ સમયગાળામાં જૂના રોકાણથી લાભ થશે. કૌટુંબિક મામલાઓમાં ખુબ જ શાનદાર પરિણામો મળી રહ્યા છે. કૌટુંબિક સુખ પ્રાપ્તિ થશે. પાર્ટનરશીપના કામોમાં લાભ થઈ શકે છે.
ધન રાશિના લોકો માટે આ 9 દુર્લભ યોગનું બનવું કોઈ વરદાનથી કમ નહીં હોય. આ સમયગાળામાં તમને ભાગ્ય ભરપૂર સાથ આપશે. જે કામ એટકેલા હતા તે પૂરાં થશે. આ સમયમાં તમે કામકાજ સંબંધિત મુસાફરી પણ કરી શકો છો. જે શુભ સાબિત થશે. આ સાથે તમે કોઈ નવું વાહન કે સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકો છો. વેપારીઓને પુષ્કળ ધનલાભ થઈ રહ્યો છે.