જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિએ ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેને કારણે સિંહ, વૃશ્ચિક સહિત કેટલીક રાશિઓને અપાર ધનલાભ થવાની શક્યતા છે. તો આવો આપણે સમય વેડફ્યા વિના આ લકી રાશિઓ જાણીએ.
મેષ રાશિઃ
મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગનો લાભ મેળવનારી પહેલી લકી રાશિ છએ મેષ. સૂર્ય અને શનિ દેવની તેમના પર કૃપા થશે અને મનમાં ધરબી રાખેલી ઇચ્છાઓ પૂરી થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. નોકરિયાત લોકો જો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને સારી તકો મળશે. ઑફિસમાં પણ કર્મચારીઓનો સાથ અને સહકાર મળશે. શુભ યોગને કારણે તમે કારકિર્દીની નવી ઊંચાઇ સર કરશો. તમારી કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત થઇ શકે છે. અગર તમને કોઇ સમસ્યા સતાવી રહી છે તો તેનો નિવેડો આવી જશે. મહેતન થકી તમે ઉચિત મુકામ હાંસલ કરી શકશો.
વૃષભ રાશિઃ
મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગનો ફાયદો વૃષભ રાશિવાળાઓને પણ મળશે. સૂર્ય અને શનિદેવની કૃપાથી અટકેલુ ધન પ્રાપ્ત થશે. રોકાણથી તમને ફાયદો થશે. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો તમને ઘણો લાભ થશે અને જૂના કર્જમાથી પણ મુક્તિ મળશે. કામકાજમાં પ્રગતિ થશે. આ રાશિના વેપારીો પર પણ સૂર્ય અને શનિદેવની કૃપા રહેશે, જેનાથી વેપાર ધંધામાં તેમને બંપર લાભ થશે. જો આ સમયગાળામાં તમે નોકરી કે ભણતર માટે વિદેશ જવા ઇચ્છો છો તો તમારી ઇચ્છ પૂરી થશે. તમને માતા-પિતાના આશિર્વાદ પણ મળશે.
સિંહ રાશિઃ
મકરસંક્રાંતિ પર 30 વર્ષ પછી બનેલા શુભ યોગને કારણે આ રાશિવાળાની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તેમને ઘણો આર્થિક ફાયદો થશે. જો તમે કોઇ મિલકત ખરીદવા માંગતા હો કે મિલકત સંબંધી કામકાજમાં તમને કંઇ સમસ્યા આવી રહી હોય તો એ બધાનો નિવેડો આવી જશે. તમને પરિવારનો સાથ અને સહયોગ મળશે. તમારુ પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. વૈવાહિક જીવનમાં પણ શાંતિ રહેશે. તમને તમારા માતા-પિતાના આશિર્વાદ પણ મળશે. તમે તમારા ગુપ્ત પ્રેમ સંબંધને પણ જાહેર કરી શકશો.
વૃશ્ચિક રાશિઃ
આ રાશઇના જાતકોને પણ મકર સંક્રાંતિ પર બનેલા શુભ યોગનો લાભ મળશએ. તેમને આર્થિક ક્ષેત્રે બલ્લે બલ્લે થઇ જશે. સૂર્ય અને શનિદેવની કૃપાથી પ્રગતિની અઢળક તક મળશે. તમારી સમસ્યાઓ ધીમે ધીમે પૂરી થઇ જશે. તમારુ કાર્યક્ષેત્રે પ્રદર્શન પણ ઘણું જ સારુ રહેશે, જેને કારણે તમને નોકરી ધંધામાં પણ બઢતીના મળવાના યોગ છે. પરિવારમાં પણ સુખ, શાંતિ ખુશહાલી રહેશે. ઑફિસમાં સહકર્મીઓ સાથે પણ સારા સંબંધો રહેશે.
મકર રાશિઃ
આ રાશિના જાતકોના બધા કામ નિર્વિઘ્ને સરળતાથી પાર પડશે. તમારા માનસન્માનમાં પણ વધારો થશે. સૂર્ય અને શનિદેવના આશીર્વાદથી તમે એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકશો જેની તમે અપેક્ષા પણ નહોતી કરી. જીવન સાથી સાથેના વિવાદનો સુખદ નિવેડો આવશે. મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે. લાંબા સમયથી તમારા અટકેલા કાર્યો પૂરા થવા લાગશે. વિદેશ ફરવા જવાના પણ યોગ બની રહ્યા છે. સંતોની તરફથી પણ શુભ સમાચાર જાણવા મળી શકે છે. કોર્ટ કચેરીના કામકાજમાં પણ સફળતા મળશે. તમારુ નવું રોકાણ લાભદાયક સાબિત થશે.
કુંભ રાશિઃ
આ રાશિના જાતકોને પણ મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગનો ફાયદો મળશે. સ્વગૃહી શનિ કુંભ રાશિવાળાઓને માલામાલ કરી દેશે. તેમને ભાગીદારોનો સહોગ મળશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા જ હાથ લાગશે. ઘરમાં કોઇ શુભ કાર્ય પણ થઇ શકે છે. નવું વાહન ખરીદીનો પણ યોગ બની રહ્યો છે. તમને માન સન્માનની પ્રાપ્તિ થશે. ભાગ્યનો સાથ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ માટે સમય શાનદાર રહેશે. જે લોકો રોજગારની શોધ કરી રહ્યા છે તેમને ગ્રહોના શુભ પ્રભાવથી સારી ઓફર મળી શકે છે.