
મકરસંક્રાત બાદ લગ્નના શુભ મૂહુર્ત નીકળતા એકસાથે હજારો નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. મોટા ભાગના પરિવારો લગ્નસરામાં વ્યસ્ત જોવા મળ્યા છે. આ સાથે બજારમાં પણ લગ્નની ખરીદીએ ધૂમ મચાવી છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં આ ધમધમાટ થોડો ઓછો થાય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં હવે લગ્ન માટે ત્રણ દિવસ બચ્યા છે, જ્યારે શુભઘડી હોય અને મંગળફેરા લઈ શકાય.
પ્રાચીન પરંપરાઓ અનુસાર, લોકો માને છે કે લગ્ન હંમેશા શુભ દિવસે એટલે કે શુભ મુહૂર્તમાં કરવા જોઈએ. જેથી તેમનું ગૃહસ્થ જીવન સુખી રહે. તે કદાચ સૌથી જૂની ધાર્મિક વિધિઓમાંની એક છે, જે આજે પણ આધુનિક પરિવારો પણ માને છે. બન્ને વર-કન્યાની કુંડળી મેચ કરવામા આવે છે ને તે બાદ શુભદિવસે લગ્ન યોજાઈ છે.
એવું માનવામાં આવે છે કે જો લગ્ન શુભ મુહૂર્ત અને જ્યોતિષના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો લગ્નજીવન સુખમય ગુજરે છે. આથી તમે પણ શુભમૂહર્તમાં માનતા હો તો આ મહિનામાં ત્રણ દિવસ સારા છે. એક તો છે પ્રેમીઓનો દિવસ એટલે કે 14મી ફેબ્રુઆરી. ઘણા કપલ આ દિવસે લગ્ન કરવાનું પસંદ કરે છે. અને બે બે દિવસો છે 18 અને 19 ફેબ્રુઆરી. તો આ દિવસોમાં લગ્નની મોસમ ફરી ખિલશે. જોકે આ નિર્ણય દરેક માતા-પિતા કે પરિવાર પોતાના જ્યોતિષ કે પંડિતને પૂછી લેતે વધારે હિતાવહ છે.