દુહાની દુનિયાઃ વીજળીના લીસોટા જેવી તેજોધવલ પ્રાચીન ગાથા

- ડૉ. બળવંત જાની
અસરકારક રીતે જીવનલક્ષ્ાી મૂલ્યબોધ કરાવતી સુભાષિતને પણ ભૂલાવી દે એવી પ્રાચીન પ્રાકૃત-અપભ્રંશ અને જુની ગુજરાતીની દોહરા કે ચોપાઈ બંધની નાનકડી લઘુ રચનાઓ પણ સ્હેજેય ઓછી કે ઊણી ઊતરે એવી નથી હોતી. એમાંનો કલ્પનાવૈભવ, એમાંની વિષયસામગ્રી ર્ક્તા દ્વારા એવી તો સુંદર રીતે સંયોજાઈ હોય છે કે વાંચતા જ કે સાંભળતા જ ભાવક એનાથી અંજાઈ જઈને એની ચોટથી કાવ્ય-કંડિકાને વશ થઈ જાય.
કાવ્ય અને યૌવનનો મદ બરાબર પણ માલિકની મહેરબાનો મદ નિર્દેશીને પણ એક મદ હોય છે તેવું સૂચવતી આ પ્રાચીન ગાથા જોવા જેવી છે :
વિરલઉ કો ઘણુ જીરવઈ, જુવ્વણ સામિ પસાઉ;
ભર-ઉબ્ભર સાયરુ સહઈ, ફુટ્ટઈ ઈઅરુ તલાઉ.
ધન, યૌવન એને સ્વામી-માલિકની મહેરબાનીને કોઈ વિરલો જ જીરવી શકે, ભરતીનો ઉભાર તો મહાસાગર જ ખમી શકે; તળાવડાં જેવાં તો તરત જ ફાટી પડે. ખૂબ જ ઉચિત રીતે અહીં મદોન્મા માટે તલાવડા જેવી સામાન્ય ઉપમાં આપીને એની કક્ષ્ાાને વ્યંજનાપૂર્ણ બાનીમાં પ્રસ્તુત કરી છે.
વટ્ટહ ટલિય જિ ઉગ્ગિયા, એ તરુવર અકથત્થ;
રીણઉ પહિઉ ન વીસમઈ, છુહિઉ ન વાહઇ હાથ.
જે વૃક્ષો રાજમાર્ગ કે કેડીને છાંડીને ઊગ્યાં છે તે સાવ નકામા અકૃતાર્થ છે; નથી તો તેમની નીચે થાક્યો પાક્યો યાત્રિક વિસામો લઈ શક્તો, કે નથી કોઈ ભૂખ્યું તેમના તરફ હાથ લાંબો કરીને ફળફૂલ મેળવી શક્તું.
જેમની પાસે વિપુલ ધન છે એવા ધનપતિ જો કોઈના આશ્રયદાતા કે અન્નદાતા ન થઈ શકે તો તેમની શ્રીમંતાઈ સાવ એળે ગઈ ગણાય એવો નિર્દેશ અહીં આડે રસ્તે ઊગી નીકળેલા ફળથી લચેલા અને ઘેઘૂર છાંયડાવાળા વૃક્ષ દ્વારા અત્યંત કલાત્મક રીતે થયેલો જોઈ શકાય છે.
કોઈ વ્યક્તિ દ્વારા નિર્મળ અને સ્નેહભાવથી કંઈ આપવાને બદલે, ગુસ્સાથી અને અપમાન કરીને, અણગમો વ્યક્ત કરતા મોઢે આપવામાં આવે તો તેવા દાનની નિંદા કરતી આ ગાથા પણ અત્યંત હૃદયસ્પર્શી છે.
ગજજવિ ઘોર ચડકક કરિ, કાલુ કોઈ મસિ – વન્નુ;
ઈણિ પરિ બપ્પિહાહં જલુ, જલઉ જિ જલહરિ દિન્નુ.
ગજી ઊઠીને, ભીષણ તણખા ઝરી, કાળા મશ થઈને મેઘે બપૈયાને જે આપ્યું, બળ્યં એ જળ.
જળ જેવા જળનું પણ મૂલ્ય ઓછું આંકીને જે રીતે અહીં પરાણે દાન કરનારને વખોડયા છે એમાંથી કર્તાની વાતને કલાત્મક રીતે કહેવાની પ્રતિભાશક્તિના દર્શન થાય છે.
બીજી એક ગાથામાં બાળકોની અળવિતરાઈ અને એના તોછડા વર્તનને જે રીતે વડીલો કે મોટેરા મોટા મનના આશ્રયદાતા જ સહન કરતા હોય છે એ વિગતને નિર્દેશવા માટે વૃક્ષ્ા અને પંખીઓનું ઉપમાન ભારે અર્થપૂર્ણ રીતે પ્રયોજાયું છે તે જોઈએ :
પંખ-ઝડપ્પડ ખર નહર, ચંચૂ-તણા નિહાય;
તરૂ મિલ્હેવિણુ કો સહઈ, સિરિ, દિજજંતા પાય.
પંખીઓની પાંખોની ઝાંપટો, તીણાં તીક્ષ્ય નહો2(ના ઉઝરડા), ચાંચના મીણાં ઘા અને માથા પરના પદપ્રહાર: એક વૃક્ષ્ાને બાદ કરતાં આ બધું કોણ સહી લે?
ધોધમાર વરસતો વરસાદ અને એના ગડગડાટને નિરૂપતું સુંદર કલ્પનામૂલક ઉદાહરણ અન્ય એક ગાથામાં સાંપડે છે, તે અસ્વાદીએ. અહીં જલધારારૂપી દોરડું અને પૃથ્વી આ દોરડાથી ઊંચકાતી નથી એટલે ગુસ્સાથી મેઘ બરાડા રૂપી ગડગડાટ કરી રહ્યો છે એવું આલેખન કવિની પ્રતિભાનો ભારે બળુકો પુરાવો છે, એ ઉદાહરણ જોઈએ :
અવિરલ-પડંત-નવગલ-ધારા-રજજુ-ઘડિઅં પઅ-તેણ;
અ-પહુ-તો ઉક્ખિવિઉં રસઈ-વ મેહો મહિં ઉઅહ.
લગાતાર પડતી પહેલાં વરસાદની જલધારા(રૂપી) દોરડાંથી પૃથ્વીને બાંધીને ઊંચકવા સતત અવિરત મથતો, પણ પછી પોતે બળમાં ઓછો પડે તેમ છે એમ પોતાને લાગતા મેઘ જાણે કે જોર કરતો-કરતો બરાડા પાડી રહ્યો છે.
વર્ષાૠતુના ચિત્રની માફક ગ્રીષ્મૠતુના ચિત્રને પણ ભારે કલાત્મક રીતે એક ગાથામાં અભિવ્યક્તિ સાંપડી છે. તાપની પીડાથી સાનભાન ભૂલીને પ્રાણીઓ કેવી ભ્રમણામાં છે એનું મૃગજળના ચિત્ર કરતા પણ ભારે મૂલ્યવાન ચિત્ર અહીં અંકાયું છે :
ગિરિ-સો-તો-તિ ભુઅંગં મહિસો જીહાઈ લિહઈ સંત-તો;
મહિસસ્સકણ્હ-પથ્થર-ઝરો-તિ સપ્પો પિઅઈ લાલં
ગ્રીષ્મની ગરમીથી સંતપ્ત એવો મહિષ-પાડો-સર્પને પહાડી ઝરણાના જળનો રેલો માનીને જીભથી ચાટી રહ્યો છે, અને સર્પ પણ મહિષપાડાની લાળને ઓગળેલું શિલાજિત માનીને ભારે પ્રેમથી પી રહ્યો છે.
આપણ વાંચો: ચિંતનઃ નિષિદ્ધ કર્મથી મુક્તિ જરૂરી