ધર્મતેજ

અલખનો ઓટલો: પ2બધામનું મૂળ પ્રાચીન સ્થાનક

  • ડૉ. નિરંજન રાજ્યગુરુ

પહેલાંના પ્રાચીન સમયની જસા, વોળદાન અને એમનાં શિષ્યા અમૂલાંબાઈની સમાધી/આરામગાહો મૂળ એ સ્થાનકમાં હતી. મૂળ સરભંગ ૠષિનો આશ્રમ તથા દતાત્રેય મહા2ાજનો ધૂણો એ જગ્યાએ હતાં એ પછી ડાડા મેકરણ કાપડી (ઈ.સ.1669 થી ઈ.સ.1730) એ પૂરાંબા2 વર્ષ સુધી ધુણો ચેતવીને આ સ્થાને બા2 વર્ષના એક તપની સાધના ક2ેલી.ઈ.સ.1730 વિ.સં.1786માં મેકરણડાડાએ જીવંત સમાધિ કચ્છમાં લીધેલી.

મેકરણડાડાની વિદાય પછી છ વરસે દેવીદાસનો જન્મ મેકરણડાડાનો જન્મ ઈ.સ.1669 કે ઈ.સ. 1667માં, વિ.સં. 1723 અથવા વિ.સં. 172પ વિજયા દશમીના દિવસે. કચ્છના નાની ખેાંભડી ગામે. ભટૃી 2જપૂત હરધોળજીને ત્યાં પબાબાઈની કૂખે. મોટાભાઈ : પતોજી. ગુ2ુ : ગાંગોજી કાપડી. 10 વ2સની અથવા તો બા2 વ2સની ઉંમ2ે વિ.સં.173પ ઈ.સ.1679માં આસો વદ 13 ધન તે2સના દિવસે. દીક્ષા લીધી.

સૌથી પહેલાં સૌ2ાષ્ટ્રના શ2ભંગૠષિના આશ્રમ (પ2બ)નો ધૂણો તે2 કે પંદ2 વ2સની ઉંમ2ે વિ.સં.1737 ઈ.સ. 1681 માં ચેતાવ્યો. ત્યાં બા2 વ2સ 2હ્યા. ઈ.સ.1693 સુધી. ત્યાંથી ધ્રંંગ ગયા અને ઈ.સ.1694થી 1706 સુધી બાર વરસનું તપ ર્ક્યું. એ પછી ઈ.સ.1706 થી 1718 લોડાઈ ગામે ધૂણો અને ત્યા2બાદ ઈ.સ.1718થી 1730 સુધી જંગીમાં રહ્યા તથા 1730 ઈ.સ.માં જીવતાં સમાધિ લીધી..

દેવીદાસજીએ સ2ભંગ ૠષિના આશ્રમનું સ્થાનક ચેતાવ્યું અને પોતાના સ્વજનો નાનાભાઈ માંડણ ભગત, ક2મશી ભગત તથા રૂડાભગતને ભક્તિના 2ંગે 2ંગ્યા.

ઈ.સ. 1772 વિ.સં.1828 માં અનુમાનથી અમ2બાઈએ પ2બમાં આવીને દેવીદાસજી પાસે દીક્ષા લીધી હશે. એ સમયે એમની ઉંમ2 17 કે 18 વ2સની હોય.. એ મુજબ એમનો જન્મ ઈ.સ.17પ4 આસપાસ થયો હોવાનો સંભવ છે. એ મુજબ 29 વ2સની ઉંમ2ે દેવીદાસજી સાથે વિ.સં.1839 ઈ.સ.1783માં અષાઢી બીજના દિવસે જીવતાં સમાધિ લીધી હોય. સંત દેવીદાસ સમાધિ અષાઢી બીજના દિવસે અમરબાઈ સાથે સમાધિ લીધી.એમ સર્વત્ર સ્વીકારાયું છે.

સંત દેવીદાસજીના ગુરુ ત2ીકે બિલખા 2ામનાથ સ્થાનકના જે2ામભા2થી કે જય2ામગિિ2નાં નામો નેાંધાયા છે. દેવીદાસજી ઉપ2 ગધેસંગના ડુંગ2 ઉપ2 રહેતા સૂફી ફકી2 સાંઈ નૂ2શાહની અમીનજ2 હતી. જે2ામ ભા2થીના બે શિષ્યો થયા, એક દેવીદાસ-પરબ અને બીજા ના2ણદાસ. જેમણે ખાખીજાળિયામાં અન્નક્ષ્ોત્ર-જગ્યા બાંધેલી. દેવીદાસજીએ જીવનભ2 પરબ ધામમાં રક્તપિત્તિયાઓની સેવા કરેલી. એમના મુખ્ય શિષ્યો બે.

શાદુળભગત ખુમાણ અને આહિર ક્ધયા અમરબાઈ. જે શાખાના મછોયા આહિ2નાંં દીક2ી હતાં અને શોભાવડલા ગામનાં ભાણેજ હતાં. પિઠડિયા ગામે સાસરે જતાં 2સ્તામાં પર બની જગ્યામાં 2ક્તપિત્તિયાઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભક્તિભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ ર્ક્યો. એમના વિશે અનેક ચમત્કારો નેાંધાયા છે.

કોણ તો જાણે, બીજું કોણ તો જાણે, મારી હાલ રે ફકીરી
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…
માલમી વિનાનું બીજું કોણ તો જાણે… -મારી હાલ 2ે ફકીરી…
જળની માછલિયું અમે પવને સંચિ2યું 2ે,
ખરી રે વ2તી રે મારી લગી રે ન ડોલે… -મારી હાલ 2ે ફકીરી…
કાચનાં મોતીડાં અમે હીરા ક2ી જાણશું 2ે,
અઢારે વરણમાં મારો હીરલો ફરે… -મા2ી હાલ રે ફકીરી…
ચોરાશી સિદ્ઘની ધૂણી પ2બે બિ2ાજે રે,
સમરથ પુ2ુષ ભેળા રાસ રમે… -મારી હાલ રે ફકીરી..
પરબે જાઉં તો પી2 શાદલ મળિયા રે,
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠ2ે… -મારી હાલ રે ફકીરી..
ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે,
સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે… -મારી હાલ રે ફકીરી…
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે,
સમરથ સેવે તો રૂડી સાનું મળે…-મા2ી હાલ રે ફકીરી..

(સંતક્વયિત્રી અમ2બાઈ રચિત આ 2ચનામાં એક અદ્દભુત કલ્પન મળ્યું છે- ‘જળની માછલિયું અમે પવને સંચિ2યું…’ આ પંક્તિ વિશે વિદ્વાનો વિસ્તા2થી ભાષ્ય ક2ી શકે. સંત દેવીદાસજી માટે આ પ2ંપ2ાના લગભગ તમામ સર્જકો દેવંગી, દેવાંગી જેવા શબ્દપ્રયોગો તથા શાદુળ ભગત માટે શાદલ કે સાદલ જેવા શબ્દ પ્રયોગો ક2ે છે. માલમી એટલે મ2મી-જાણકા2.)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button