અલખનો ઓટલોઃ શ્રી કૃષ્ણચરિત્રનો મહિમા | મુંબઈ સમાચાર

અલખનો ઓટલોઃ શ્રી કૃષ્ણચરિત્રનો મહિમા

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ગોકુળ-વૃંદા વન, મથુરા અને દ્વારકા એ ત્રણ સ્થળ સાથે સંકળાયેલું છે. અને કૃષ્ણચરિત્રનો વિકાસ પણ એ રીતે ત્રણ તબક્કે થાય છે. હાલરડાં, વિશ્વસ્વરૂપ, બાલકૃષ્ણ, ગોપાલકૃષ્ણ, વસ્ત્રાહરણ, નાગદમણ, દાણલીલા, રાસલીલા, વડછડ, હોરી, ફાગ વગેરેનો સંબંધ ગોકુળ સાથે છે તો ગોપી-કૃષ્ણ, મોરલીધર, રાધા-કૃષ્ણ અને ચાંવળી ઈત્યાદિનો સંબંધ કૃષ્ણના મથુરાગમન પછી પણ પરોક્ષ પણે ગોકુળ સાથે છે.

મનોભાવની તીવ્ર વેદના તો કૃષ્ણના મથુરાગમનને ઉદ્દેશતાં ગોપીઓનાં વિરહગીતોમાં છે. ઉદ્ઘવસંદેશમાં અનેક ઉત્તમ લોકગીતો અને ભજનો સંકળાયાં છે મથુરાગમનને નિમિત્તે જ તો લોકહૃદયને કૃષ્ણ-ગોપીના ઉત્કટ અનુરાગ અને રંગદર્શિતાને વિપ્રલંભના માધ્યમે ભર્યા કંઠે ગાવાનો સુયોગ પ્રાપ્ત થાય છે.

જગતને મુક્તિનો સંદેશ આપવા જેણે અવતાર ધારણ ર્ક્યો હોય, સમાજના પુનરુત્થાન માટે ક્રાન્તિનું નિર્માણ ક્યુર્ં હોય એણે પોતાના જીવનથી જ મુક્તિની શરૂઆત કરવી જોઈએ ને યોગેશ્વર શ્રી કૃષ્ણનું સમગ્ર જીવતર બંધનમાંથી મુક્તિ તરફનું પ્રયાણ છે. એનો જન્મ થયો કારાગૃહમાં અંધારી મેઘલી રાતે. એ કાળી ડિબાણ રાતના અંધકારમાં જ્યારે પ્રકૃતિએ તાંડવ શરૂ કર્યુ હશે, યમુના નદી ગાંડીતૂર બની હશે. દિશાઓ ડોલતી હશે ત્યારે જગતમાં શાશ્વત પ્રકાશને રેલાવવા એમણે જન્મ લીધો. જન્મતાંવેંત માતાની કૂખ છોડી. માની મમતાય મેલી… જગતનું કોઈ બંધન એને કેમ બાંધી શકે?

પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતમ્, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગો યુગે

કેવું વિવિધ રંગી છે શ્રી કૃષ્ણ ચરિત્ર? જન્મથી અગિયાર વરસ ને બાવન દિવસ સુધી વ્રજમાં નિવાસ ર્ક્યો, ને બાળલીલાઓ કરી. ત્રેપનમે દિવસે મથુરામાં આવ્યા ને કંસનો વધ ર્ક્યો, એ પછી છ વ2સ સાંદિપની ૠષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ ર્ક્યો. વીસમા વર્ષે મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથિ બન્યા.

આ પણ વાંચો…અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન

જીવનકાળ દરમિયાન પૂતના, શકટાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસેર, શંખચૂડા, અરિષ્ટ કેશી, કુવલયાપીડ હાથી, ચાણુર મલ્લ અને કંસ જેવા અધર્મીઓનો સંહાર ર્ક્યો, અભિમાન તોડયું. જરાસંઘ ને શિશુપાલ જેવા દેશોહીઓને સજા કરી.

એને વાંસળી વગાડતા આવડે, ગાયો ચરાવતાં આવડે, મલ્લવિદ્યા આવડે, ચક્ર ચલાવતાં આવડે, પતરાળાં ઉપાડતાં યે આવડે, ક્યારેક શિષ્ય બની જાય તો ક્યારેક ગુરુ બનીને ગીતાનું જ્ઞાનામૃત પાય. ખરાં નાટક ર્ક્યાં છે એણે. ચોરી કરનારો યે કૃષ્ણ ને દાણ લેનારોય દામોદર…

ગુજરાતના અનેક કવિઓએ હિન્દી ભાષામાં પણ વિપૂલ પ્રમાણમાં કૃષ્ણ કાવ્યોનું સર્જન કર્યુ છે. 1પમી સદીથી લઈને આજ સુધીમાં અનેક કવિઓએ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને હિન્દી અને ગુજરાતી ભાષામાં સાહિત્યનું સર્જન ર્ક્યું છે.

વૈષ્ણવ ભક્તિની પરંપરા જ્યાં પ્રાચીન સમયથી ચાલી આવે છે એવા ગુજરાત પ્રદેશમાં શ્રી કૃષ્ણના નિવાસ સ્થાન તરીકે જાણીતા દ્વારિકા તથા શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજીના નિવાસસ્થાન તરીકે ગિરનાર ક્ષેત્રમાં આવેલાં રણછોડરાય,માધવરાય મંદિરો, માધવપુર અને ડાકોરજીના મંદિરો ઉપરાંત પુષ્ટિ સંપ્રદાયની અનેક બેઠકોને કારણે ગુજરાતમાં શ્રી કૃષ્ણની ઉપાસના અને તેને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થતું રહ્યું છે.

ભારત વર્ષમાં ત્રણ પ્રકારના કવિઓ થયા છે. (1) શુદ્ધ ભક્તિ માર્ગી કવિઓ જેમની રચનાઓમાં માત્ર ભક્તિ તત્ત્વ અને પ્રભુની લીલાઓનું ગાન હોય છે. દા.ત. સુરદાસ, કુભંનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, નંદદાસ, ગોવિંદસ્વામી, છીતસ્વામી અને ચતુરભુજદાસ વગેરે અષ્ટછાપના કવિઓ, વલ્લભીય વૈષ્ણવકવિઓ, ગુજરાતના દયારામ કે સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ.

(2) બીજા પ્રકારના કવિઓને જ્ઞાન માર્ગી કે વેદાન્તી કવિઓ કહી શકીએ. જેમની રચનાઓમાં ભક્તિમિશ્રિત જ્ઞાન વણાયું છે. આવા કવિઓને આપણે ત્યાં સંત તરીકે ઓળખવામાં આવે છે. કબીર, રૈદાસ, પીપાજી અને તે પરંપરામાં ગુજરાતમાં રવિ ભાણ સંપ્રદાયમાં ભાણસાહેબ, રવિસાહેબ, ખીમ, ત્રિકમ, મોરાર અને દાસીજીવણ જેવા અનેક સંત કવિઓની રચનાઓમાં જ્ઞાન-યોગ અને વેદાંત મિશ્રિત ભક્તિ તત્ત્વ જોવા મળે છે. (3) શ્રીકૃષ્ણનેનિરાકા2 બ્રહ્મ તરીકે સ્વીકારીને એની નિર્ગુણ ભક્તિ કરનારા યોગી સિદ્ધ સાધક કવિઓ.

શુદ્ધ ભક્તિમાર્ગી કવિઓએ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ જેવી કે બાળ લીલા, દાણ લીલા, રાસ લીલા અને વૃદાંવન લીલાને કેન્દ્રમાં રાખીને રાધા ભાવ કે ગોપી ભાવથી ઉપાસના કરી છે. પુરુષ હોવા છતાં પુરુષ ભાવ પરઠીને પ્રેમલક્ષણાભક્તિનાં પદો ગાનારા ગુજરાતી કવિઓમાં નરસિંહ, મૂળદાસ, રવિસાહેબ, મોરારસાહેબ, મીઠો, પ્રિતમ અને દાસી જીવણ મુખ્ય છે. તેમની વાણીમાં ભગવાન કૃષ્ણની નટખટ શિશુ, નટવ2, પ્રેમી, પતિ, રસનાયક વ્રજવિહારી, ગોપીજન વલ્લભ, લીલાવિહારી, રસિક શ્રીકૃષ્ણ-કે જે શૃંગા2 કે મધુ2 રસના નાયક તરીકે પ્રેમની સર્વોચ્ચ ભૂમિકા ઉપર બિરાજમાન છે.

એવા પરમ પ્રિયતમ સાથેના વિરહ અને મિલનની ભાવક્ષણોને નિરૂપિત કરવામાં આવી છે. વિવિધ ભારતીય ભાષાઓની કૃષ્ણ કવિતામાં શ્રીમદ્ ભાગવત ઉપરાંત જયદેવ, વિદ્યાપતિ અને સૂરદાસની રચનાઓએ અત્યંત પ્રભાવ પાથર્યો છે. મહાભારત, શ્રીમદ્ ભાગવત અને ગીતગોવિંદ વગેરે સંસ્કૃત ગ્રંથોમાં વર્ણવાયેલા શ્રી કૃષ્ણને મુખ્ય પાત્ર તરીકે સ્વીકારીને ભારતીય ભાષાઓમાં અગણિત કાવ્યો રચાયાં છે.

વ્યાપક્તાની દૃષ્ટિએ તમામ ભારતીય ભાષાઓના કાવ્ય સાહિત્યનો ત્રણ ચતુસ્થાર્ંશ ભાગ કૃષ્ણ કાવ્યનો જ છે. એક રસિક નાયકના રૂપમાં શ્રીકૃષ્ણ શૃંગાર રસનું આલંબન બનીને બ્રહ્મ, પરમાત્મા અને ઈશ્વ2ના રૂપમાં પણ કાવ્ય ક્ષેત્રે પૂજાતા રહ્યા છે. પુષ્ટિ સંપ્રદાય, નિર્મ્બાક સંપ્રદાય, રાધા-વલ્લભ સંપ્રદાય, હરિદાસી કે સખી સંપ્રદાય અને ગૌડિય ચૈતન્ય સંપ્રદાયના કવિઓની રચનાઓમાં શ્રીકૃષ્ણ એક પ્રેમી તરીકે અને કોઈ કોઈ સ્થળે બ્રહ્મ તરીકે વર્ણવાયા છે. એમાં વેદાન્તનું નિરૂપણ અત્યંત અલ્પ જોવા મળે છે. આપણા નરસિંહ મહેતાએ ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે…’ની સમાંતરે આમ પણ ગાયું છે :

મેં તો વારી રે, ગિરધરલાલ, તમારાં લટકાં ને
મેં તો વારી રે, સુંદર શ્યામ, તમારાં લટકાં ને…

આ પણ વાંચો…અલખનો ઓટલો: ગુરુ ગમ પ્યાલા પિયા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button