આચમનઃ આરબ સિપાહીઓ બોલી ઊઠ્યા, ‘જલા તું તો અલ્લાહનું નૂર…

અનવર વલિયાણી
સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાના ચમત્કારો આજે એકવીસમી સદીમાં પણ પ્રેરણા આપનારા છે.
-એકવાર પક્ષીઓનો શિકાર કરીને આરબ સિપાહીઓ જઈ રહ્યા હતા.
-બાપાએ તેમને અન્નક્ષેત્રમાં જમાડ્યા પછી કહ્યું કે,
-‘તમારા ઝોળામાં પેલાં પંખીડાં તરફડે છે. ઝોળા ખોલી નાખો…!’
-નવાઈ પામેલા આરબોએ પોતાના થેલા ખોલ્યા તો બે કલાક પહેલાં શિકાર કરીને મારી નાખેલાં પક્ષીઓ ફરરર કરતાં પાંખો પ્રસરાવીને ઊડી ગયાં.
-એ જોઈને આરબો બોલી ઊઠ્યા,
*‘જલા, તું તો અલ્લાહનું નૂર (પ્રકાશ) છે…!’
*એ પછી આરબોએ કાયમ માટે માંસાહાર છોડી દીધો.
-જો કે સંતોની કસોટી પણ થતી હોય છે,જે આ પ્રસંગ પરથી જાણવા મળે છે:
*એક વાર સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા અને જલારામનાં પત્ની વીરબાઈની માગણી કરી.
*જલારામે પત્નીને વળાવી દીધાં.
*એ જાણીને ગામમાં હાહાકાર મચી ગયો.
*જો કે ગામના છેવાડે સાધુ અલોપ થઈ ગયો અને વીરબાઈ માતા પાછાં આવ્યાં.
જાણવા જેવું:
*વીરપુરમાં આજેય અન્નક્ષેત્ર ચાલે છે.
*સ્થાનિક અને બહારગામથી આવનારા ભક્તજનો તેનો લાભ લે છે.
*બાપાનાં મંદિરો મહારાષ્ટ્રમાં પુણેથી લગભગ 80 કિલોમીટર દૂર આણંદીમાં પણ છે. જે હવે છોટે વીરપુર તરીકે જાણીતું છે.
ભારતમાં જુદાં જુદાં રાજ્યોનાં શહેરોમાં તથા અમેરિકામાં પણ બાપાનાં ભવ્ય મંદિરો આવેલા જ્યાં આસ્થાળુઓ શ્રદ્ધાસુમન પેશ કરે છે. પોતાની મુરાદ, ઈચ્છા, અભિલાષા વ્યક્ત કરે છે જે પૂર્ણ થવાના અનેક દાખલા જાણવા મળે છે.
*દુનિયાભરમાં બાપાના ભક્તો છે.
-હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તેમ જ દૂધમાં સાકર ભળે તેમ હળીમળી ગયેલી પારસી પ્રજા બધા જલારામ બાપાને માને છે.
ધર્મજ્ઞાન:
વર્તમાન સમયના કઠિન કાળમાંથી સૌ કોઈ હેમખેમ પાર ઊતરી જાય તેવી બાપાના વસીલા; માધ્યમ દ્વારા પ્રભુને પ્રાર્થના અને બાપાએ બતાવેલા માર્ગ પર ચાલવાનો સ્તૂતનીય પ્રયાસ સમયનો તકાજો.
આ પણ વાંચો…આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ